કોઈ પણ કમ્પ્યૂટરથી Aadhaar ડાઉનલોડ કરનારા, થઈ જાવ એલર્ટ! થશે મોટું નુક્સાન

News18 Gujarati
Updated: May 4, 2019, 12:00 PM IST
કોઈ પણ કમ્પ્યૂટરથી Aadhaar ડાઉનલોડ કરનારા, થઈ જાવ એલર્ટ! થશે મોટું નુક્સાન

  • Share this:
UIDAI એ એક ટવીટ્ કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ પબ્લિક કમ્પ્યૂટરથી આધાર ડાઉનલોડ કરો છો તો શું ધ્યાન રાખવું જોઈએ?

આધારને ફક્ત UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ eaadhaar.uidiai.gov.in પરથી જ ડાઉનલોડ કરો.

ચોક્કસપણે કરો આ કામ- UIDAI ટ્વીટ્સ મુજબ, જો તમે જાહેર કમ્પ્યુટરથી ઈ-આધાર ડાઉનલોડ કરો તો આ કામ કરવું જરુર છે. પબ્લિક કમ્પ્યુટરથી ડાઉનલોડ કરેલ આધારની પ્રિન્ટ કાઢ્યા પછી તે કમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ ગયેલ આધારની કૉપી ડિલીટ કરી નાખો.

પરમેનેંટ ડિલીટ કરો ફાઇલ- કમ્પ્યુટર સ્ક્રિન અથવા ડાઉનલોડ થી ફાઇલ કાઢી નાંખવા પછી ફાઇલ રીસીકલ બિન જતી રહે છે. ફાઇલને કોઈ સિસ્ટમ થી પરમેનેંટ ડિલીટ કરી નાંખવા માટે તેને રીસાઈકલ બિનમાં જઈ, એક વખત ફરી ડિલીટ કરવી જોઈએ. જો આમ ન થાય તો રીસાઈકલ બિનમાં જતી રહેલ ફાઈલને ફરી ફોલ્ડરમાં લાવી શકાય છે. તેથી ડાઉનલોડ કરેલ આધાર ફાઇલને જાહેર કમ્પ્યુટરમાંથી સંપૂર્ણપણે લીટ કરવી જોઈએ.

આ પણ વાંચો:  સરકારી બેંકે ગ્રાહકોને કર્યા એલર્ટ! આ SMS ખાલી કરી દેશે બેંક ખાતું

મિનિટમાં ડાઉનલોડ કરો E-Aadhaar:Step 1: સૌ પ્રથમ તમારા ફોનના બ્રાઉઝરમાં UIDAI ની વેબસાઇટ https://uidai.gov.in ખોલો.

Step 2: પછી ‘Download Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો અથવા https://eaadhaar.uidai.gov.in/ લિંક ખોલો.

Step 3: હવે તેમાં ઉપર પર આપેલ ‘Enter your personal details’ વિભાગ હેઠળ ‘Aadhaar’ વિકલ્પ પસંદ કરો.

Step 4: તેમાં ‘Regular Aadhaar’ પસંદ કરો. હવે તેમાં આધાર નંબર, પૂર્ણ નામ અને પિન કોડ જેવી માહિતી આપો. જો તમારી પાસે m-Aadhaar છે, તો તમે TOTP અથવા OTP પણ જનરેટ કરી શકો છો.

Step 5: હવે ‘Request OTP’ પર ક્લિક કરો.

Step 6: હવે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 6-digit OTP આવશે, તેને દાખલ કરો. સર્વે પૂર્ણ થયા પછી ‘Download Aadhaar’ પર ક્લિક કરીને E-Aadhaar ડાઉનલોડ કરો.
First published: May 4, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading