જો તમે 50 હજાર કે વધુ રોકડ વ્યવહાર કરો છો તો આ સમાચાર તમારા માટે છે. હવે 50 હજાર રુપિયાથી વધારે કેશ ટ્રાન્ઝેકશન માટે પાન કાર્ડને બદલે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશો. હવે આધારનો ઉપયોગ તમામ ઉદેશ્યો માટે થઇ શકશે. રેવન્યુ સેક્રેટરી અઝય ભૂષણ પાંડ અનુસાર અત્યાર સુધી જે જગ્યાઓ પર પાન ફરજીયાત હતુ, ત્યા આધારની સ્વીક્રતિ માટે બેંક અને અન્ય સંસ્થાએ તેની બેંક એન્ડ સિસ્ટને અપડેટ કરવી પડશે.
હવે ITR ભરવા માટે જરૂર નથી PAN
નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2019માં કરદાતાઓની સગવડ માટે પાન અને આધારને વિનિમય કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. આઇટીઆર ફાઇલ કરવા માટે પાનની જગ્યાએ આધારનો ઉપયોગ કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે જ્યાં પણ પાનનો ઉલ્લેખ કરવો જરૂરી છે ત્યા આધાર નંબર દ્વારા કામ કરી શકાય છે.
કાળા નાણાંને અંકુશમાં લેવા માટે 50,000 રુપિયાથી વધુ કેશ ટ્રાન્ઝેકશન જેમ કે હોટલ અથવા વિદેશ યાત્રા બિલ માટે પાન ફરજીયાત છે, આ ઉપરાંત 10 લાખ રુપિયાથી વધારે સંપતિની ખરીદી પર પાન આપવું પડે છે.
આ સમયે 22 કરોડ પાન કાર્ડ આધાર સાથે જોડાયેલા છે દેશમાં 120 કરોડથી વધુ લોકો પાસે આધાર છે. જો કોઈ પાન કાર્ડ માંગે છે, તો તેણે પહેલા આધારનો ઉપયોગ કરવો પડતો હતો, પાન જનરેટ કરવું પડતું હતુ, ત્યારે તેનો ઉપયોગ શરૂ કરી શકતા હતા. હવે તેને કારણે પાન જનરેટ કરવાની જરૂર નથી.
પાન સંપૂર્ણપણે સમાપ્ત થશે નહીં
એવું નહીં હોય કે પાનનો ઉપયોગ ખત્મ થઇ જશે. કેટલાક લોક પાનને સુવિધાનજક માને છે તો કોઇ આધારને. આ માટે પાન અને આધાર બન્ને રહેશે. પરંતુ બેંક એન્ડ પાનની જગ્યાએ આધાર રહેશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર