Home /News /business /આધાર કાર્ડને હવે દર 10 વર્ષે ફરજીયાત અપડેટ કરવું પડશેઃ UIDAI

આધાર કાર્ડને હવે દર 10 વર્ષે ફરજીયાત અપડેટ કરવું પડશેઃ UIDAI

હવે તમારે દર 10 વર્ષે આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે.

દેશના દરેક વ્યક્તિ માટે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે. હવે તમારે પોતાનું આધાર કાર્ડ દર 10 વર્ષે અપડેટ કરાવવું ફરજીયાત બની જશે. આધાર ઓથોરિટી UIDAI દ્વારા તેને લઈને ગાઈડલાઇન્સ આપી દેવામાં આવી છે.

    નવી દિલ્હીઃ આધાર ઓથોરિટી UIDAIએ આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. UIDAIનું કહેવું છે કે દરેક વ્યક્તિ માટે 10 વર્ષ પછી આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત રહેશે. આ અપડેટ માટે, આધાર કાર્ડ ધારકોએ ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો આપવો ફરજિયાત રહેશે. UIDAIએ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.

    આ પણ વાંચોઃ ઓછા પાણીમાં પણ થઈ શકે છે આ આફ્રિકન ફૂલની ખેતી, 1 એકરમાં 20 લાખની કમાણી!

    UIDAIની આ નવી ગાઈડલાઈન્સ એવા લોકો માટે હશે જેમણે 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવ્યું છે. તે પછી તેમણે ક્યારેય પોતાનું આધાર અપડેટ કર્યું નથી. વાસ્તવમાં, UIDAI ઈચ્છે છે કે આધાર કાર્ડની મહત્વપૂર્ણ વિગતો સમયની સાથે અપડેટ થવી જોઈએ. આવી સ્થિતિમાં, જો તમારું આધાર 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે, તો તમારે તેને અપડેટ કરવું ફરજિયાત રહેશે. આ અપડેટ માટે, બે વસ્તુઓ આપવી ફરજિયાત રહેશે એટલે કે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો.

    આ પણ વાંચોઃ તમારે શ્રીમંત બનવું છે? તો જલ્દી રોકાણ કરવાનું શરૂ કરો, ફક્ત પાંચ વર્ષ વહેલાથી વળતર સીધું ડબલ

    આ સરળ સ્ટેપ્સ સાથે તમારા આધાર કાર્ડને અપડેટ કરો


    સ્ટેપ 1: આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ https://uidai.gov.in ની મુલાકાત લો અને 'proceed to update address' વિકલ્પ પર ક્લિક કરો.

    સ્ટેપ 2: આધાર નંબર, નોંધાયેલ મોબાઇલ નંબર અને OTP નો ઉપયોગ કરીને લોગ ઇન કરો.

    સ્ટેપ 3: માન્ય સરનામાના પુરાવાના કિસ્સામાં, ''proceed to update address' પર ક્લિક કરો.

    સ્ટેપ 4: 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને 'Send OTP' પર ક્લિક કરો.

    સ્ટેપ 5: OTP દાખલ કરો અને આધાર એકાઉન્ટમાં લોગિન કરો.

    સ્ટેપ 6: 'update address via address proof' વિકલ્પ પસંદ કર્યા પછી નવું સરનામું દાખલ કરો. તમે 'Update Address via Secret Code' વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો.

    સ્ટેપ 7: એડ્રેસ પ્રૂફની અપડેટ કરેલી વિગતો 'Proof of Address' માં દાખલ કરવાની રહેશે.

    સ્ટેપ 8: હવે, સરનામાના પુરાવા તરીકે સબમિટ કરવાના દસ્તાવેજો પસંદ કરો.

    સ્ટેપ 9: સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને 'Submit' બટન પર ક્લિક કરો.

    સ્ટેપ 10: આધાર અપડેટ વિનંતી સ્વીકારવામાં આવશે અને 14-અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) જનરેટ થશે જેને સાચવી રાખો.



    આ રીતે તમે સહેલાઈથી ઘરે બેઠાં બેઠાં પણ તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. તેમજ જો તમે ઓનલાઈન આધાર અપડેટ કરવા માટે સક્ષમ નથી તો નજીકના આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. આ માટે તમે https://appointments.uidai.gov.in/?AspxAutoDetectCookieSupport=1  ક્લિક કરીને તમારા નજીકનું આધાર એનરોલમેન્ટ સેન્ટર અથવા તો અપડેટ સેન્ટર શોધી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Aadhaar card, Aadhaar card update, Business news, UIDAI

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन