Spaceમાંથી આવી છે આ Wine, થવા જઈ રહી છે હરાજી, ભાવ જાણી ચોંકી જશો
Spaceમાંથી આવી છે આ Wine, થવા જઈ રહી છે હરાજી, ભાવ જાણી ચોંકી જશો
અંતરિક્ષની વાઈનની હરાજી
ચાંદ પર જમીન ખરીદતા ધનિકો હવે અંતરિક્ષથી આવેલી મોંઘી શરાબ માટે કરોડો ચૂકવવા તૈયાર થયા છે. સ્પેસમાં એક વર્ષ માટે રહીને આવેલી વાઈન (Wine)ની ધરતી પર કિંમત અનેકગણી વધી ગઈ છે
નવી દિલ્હી : ધનકુબેરો માટે કોઈ મોંઘી ચીજ ખરીદવી અભિમાનની વાત હોય છે. દુનિયામાં ખાણી-પીણીની અનેક મોંઘામાં મોંઘી ચીજો મળે છે અને લોકો શોખથી આરોગે પણ છે. ચાંદ પર જમીન ખરીદતા ધનિકો હવે અંતરિક્ષથી આવેલી મોંઘી શરાબ માટે કરોડો ચૂકવવા તૈયાર થયા છે.
વાત જાણે એમ છે કે સ્પેસમાં એક વર્ષ માટે રહીને આવેલી વાઈન (Wine)ની ધરતી પર કિંમત અનેકગણી વધી ગઈ છે અને હરાજી (Auction)માં તેની કરોડોમાં કિંમત બોલાઈ છે. દારૂની આ એક બોટલની કિંમત એક મિલિયન ડોલર અંકાઈ રહી છે, એટલે કે ભારતમાં ચલણમાં જોઈએ તો કિંતેની મત 7 કરોડથી વધુ થાય છે.
કઈ Wine છે આ?
પ્રખ્યાત ઓક્શન હાઉસ ક્રિસ્ટી(Christie) અનુસાર, તેમણે ફ્રેન્ચ લાઈનની એક બોટલની હરાજી કરી છે. આ બોટલને પારખીને આને ખરીદવા માટે 10 લાખ ડોલર સુધીની કિંમત મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2019માં આ શરાબની 12 બોટલ ISSમાં મોકલવામાં આવી હતી. જેમાં ધ પેટ્રસ 2000 વાઇનને પણ ISSમાં મોકલાઈ હતી. 14 માસ બાદ આ બોટલ અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરી હતી.
પ્રાઈવેટ સ્પેસ સ્ટર્ટઅપ(Space Startup) કાર્ગો અનલિમિટેડ(Cargo Unlimited)એ નવેમ્બર, 2019માં આ વાઈનને ઓર્બિટ(Orbit)માં મોકલવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ વસ્તુ, ખાદ્યપદાર્થો પર પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બાદ અવકશની ઝીરો ગ્રેવિટીમાં સમય વીતાવ્યા બાદ પૃથ્વી પર
પરત ફર્યા બાદ ટેસ્ટના ફરક, તેના મૂળ ગુણધર્મમાં ફરક, તેની ટકાઉક્ષમતા ચકાસવાનો હતો.
ફ્રાન્સના બોર્ડેક્સ સ્થિત વાઈન અને વાઈન રિસર્ચ સંસ્થા(Wine and Vine Research, Bordeaux, France)માં માર્ચ મહિનામાં અવકાશમાંથી આવેલ આ વિંટેજ વાઈનના સ્વાદની ચકાસણી કરવામાં આવી હતી અને બાદમાં આ વાઈનના સ્વાદને પ્રધાન્ય આપવામાં આવ્યું હતુ.
રસપ્રદ વાત એ છે કે સંસ્થાના તજ્જ્ઞોએ એક એવા તફાવતની નોંધ કરી છે જેનું વર્ણન કરવું મુશ્કેલ હતું. વાઇન પબ્લિકેશન ડેકટેન્ટર(Decanter) જેન એન્સન(Jane Anson)એ એક લેખમાં કહ્યું કે પૃથ્વી પર રહેલ વાઇનનો સ્વાદ થોડો તાજો હોય છે, જ્યારે અવકાશથી પરત આવેલ વાઈન થોડી નરમ, પાતળી અને વધુ સુગંધિત હોય છે.
ક્રિસ્ટીઝ દ્વારા ખાનગી વેચાણમાં આપવામાં આવતી આ વાઇન ઉલ્કામાંથી બનાવેલ કાચ, ક્રોકરીમાં વિન્ટેજલી આપવામાં આવે છે. આ તમામ વસ્તુઓ હસ્તનિર્મિત લાકડાના થડમાં હશે, જેની પ્રેરણા સાયન્સ ફિક્શન જુલસ વર્ને(Jules Verne) અને “સ્ટાર ટ્રેક” યુનિવર્સ(Star Trek Universe)માંથી લેવામાં આવી છે.
આ વાઈનના વેચાણમાંથી થનારી આવક સ્પેસ કાર્ગો અનલિમિટેડ દ્વારા ભાવિ સંશોધન પાછળ ખર્ચવામાં આવશે. અવકાશમાંથી આવેલ ડઝન બોટલમાંથી અન્ય કોઈ બોટલ વેચવાની કોઈ યોજના નથી.
ફ્રાન્સમાં આ વાઈનને ટેસ્ટ કરનાર લીકર એક્સપર્ટનું કહેવું છે કે, 14 મહિના પછી ધરતી પર પરત ફરેલી શરાબના સ્વાદમાં હળવો ફેરફાર આવ્યો છે.
ક્રિસ્ટીના વાઈન અને સ્પિરિટ ડિપાર્ટમેન્ટના આંતરરાષ્ટ્રીય વડા ટીમ ટીપટ્રીએ કહ્યું કે, સ્પેસમાં રહી આવેલ આ વાઈનનો ટેસ્ટ સામાન્ય જ બદલાયો
છે. તે અલગ જ વાતાવારણમાં રહીને આવી છે. ઝીરો ગ્રેવિટીમાં રહેલ દરેક વસ્તુ યુનિક હોય છે અને આ તો પીણું છે. 10 હજાર ડોલરનો ભાવ આંકવાનું કારણ આપતા ટીમટ્રીએ કયું કે આ વાઈન અગાઉની જેમ જ સિલ્કી અને કોમ્પ્લેકસ છે. તેનું બ્લેક ચેરી ફ્લેવર હજી પણ અકબંધ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર