Home /News /business /પતાવટના એક સોદાના કારણે આ શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારો તો ખરીદવા મંડી પડ્યા!
પતાવટના એક સોદાના કારણે આ શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારો તો ખરીદવા મંડી પડ્યા!
36% ડિસ્કાઉન્ટ પર છે શેર
રિયલ એસ્ટેટ સેક્ટરની દિગ્ગજ કંપની ડીબી રિયલ્ટીના શેરોમાં આજે 12 ફેબ્રુઆરીએ શાનદાર ખરીદી જોવા મળી રહી છે. તેના શેર 5 ટકા તેજીની સાથે અપર સર્કિટ પર પહોંચી ગયા છે. આ શેર 89.50 રૂપિયાના ભાવ પર છે. કંપનીના શેરોમાં આ તેજી રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સના એક સોદાના કારણે આવી છે.
નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ સેક્ટરની દિગ્ગજ કંપની ડીબી રિયલ્ટીના શેરોમાં આજે 12 ફેબ્રુઆરીએ શાનદાર ખરીદી જોવા મળી રહી છે. તેના શેર 5 ટકા તેજીની સાથે અપર સર્કિટ પર પહોંચી ગયા છે. આ શેર 89.50 રૂપિયાના ભાવ પર છે. કંપનીના શેરોમાં આ તેજી રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સના એક સોદાના કારણે આવી છે. ડીબી રિયલ્ટી અને તેની 100 ટકા માલિકીના હકવાળી સબસિડિયરી ગોરેગાંવ હોટલ એન્ડ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડે રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સની સાથે 10 જાન્યુએ જૂની લોનને લઈને એક સોદો કર્યો છે. કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.
ડીબી રિયલ્ટી અને લેન્ડર વચ્ચેનો સોદો શું છે
ડીબી રિયલ્ટીએ દેવું ધટાડવાનુ લક્ષ્ય રાખ્યું છે. કંપની અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સની વચ્ચે આ વાત પર સહમતિ બનેલી છે, કે બઘા જ દેવાની પતાવટ કરારના નિયમો અને શરતોના અનુસાર કરવામાં આવશે. કંપનીએ 185.60 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી હપ્તામાં ચૂકવવાની વાત કહી છે. ગોરેગાંવ હોટલ પણ 214.40 કરોડ રૂપિયાના દેવાની હપ્તામાં ચૂકવણી કરશે. સોદા હેઠળ દેવાની સંપૂર્ણ ચૂકવણી 31 માર્ચ 2025 પહેલા કરવાની છે.
ડીબી રિયલ્ટીના શેર ગત વર્ષે 5 જુલાઈ 2022ના રોજ 52.10 રૂપિયાના ભાવ પર ઉપલબ્ધ હતા. આ એક વર્ષનું રેકોડ નીચલુ સ્તર છે. ત્યારબાદ ખરીદીનું જોર વધ્યુ અને માત્ર બે મહિનામાં જ તે 23 ડિસેમ્બર 2022 સુધી 167 ટકા મજબૂત થઈને 139.45 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે. આ એક વર્ષનો રેકોર્ડ હાઈ ભાવ છે. જો કે, તેજી કાયમ ન રહી શકી અને તે એક વર્ષેના રેકોર્ડ સ્તરેથી 36 ટકા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર