ખુશખબર: હવે આ ડિવાઈસથી મરશે Corona વાયરસ, ક્યાંય પણ ફીટ કરી શકાય છે

Shycocan device

આ ડિવાઈસ ઓફિસ, સ્કૂલ, મોલ, હોટલ, એરપોર્ટમાં કિટાણુરહિત સતહ માટે કોઈ પણ ક્લોઝ એરિયામાં ફિટ કરી શકાય છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવામાં પુરી દુનિયા લાગેલી છે. કોરોનાની સારવાર માટે અત્યાર સુધી કોઈ કારગર દવા નથી બની. એવામાં બેંગ્લોરની એક કંપનીએ કોવિડ-19ને મારવા માટે એક ડિવાઈસ તૈયાર કરી, નવી આશા જગાવી છે. હવે કોરોના વાયરસને એક ડિવાઈસથી ખતમ કરી શકાય છે. સ્કેલેન હાઈપરચાર્જ કોરોના કૈનન કોરોના વાયરસના પ્રસારને રોકી શકતું એક ઉપકરણ છે. આ ડિવાઈસને યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને યૂરોપીય યુનિયનની પણ મંજૂરી મળી ગઈ છે. આ ડિવાઈસ બેંગ્લોરની એક સંસ્થા ડી સ્કેલને વિકસીત કરી છે.

  સરળતાથી ક્યાંય પણ ફીટ કરી શકાય છે

  Shycocanને એક નાના ડ્રમની જેમ બનાવવામાં આવી છે, જે ઓફિસ, સ્કૂલ, મોલ, હોટલ, એરપોર્ટમાં કિટાણુરહિત સતહ માટે કોઈ પણ ક્લોઝ એરિયામાં ફિટ કરી શકાય છે. આ કોરોના વાયરસમાં રહેલા સ્પાઈક-પ્રોટીન અથવા એસ-પ્રોટીનને બેઅસર કરવામાં 99.9 ટકા પ્રભાવી સાબિત થાય છે.

  આ કોરોનાવાયરસમાં રહેલા સ્પાઈક-પ્રોટીન અથવા એસ-પ્રોટીનને બેઅસર કરવામાં 99.9 ટકા પ્રભાવી સાબિત થાય છે. જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સંક્રમિત વ્યક્તિને સાજો નથી કરી શકતું. આ ઘાતક વાયરસના પ્રસારને રોકવામાં ખુબ જ પ્રભાવી છે.

  આ પણ વાંચોહવામાન વિભાગની આગાહી, 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શકયતા

  ઉધરસ, છીંકવાથી નીકળનારા વાયરસને તુરંત જ મારી દે છે આ ડિવાઈસ
  ડિવાઈસ એક રૂમ અથવા કોઈ પણ ઈનડોર સ્થાન પર સેકડો ઈલેક્ટ્રોનો સાથે ફેલાઈ જાય છે. કોઈ રૂમમાં આ લગાવવાથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અથવા છીંકે તો, તેના શરીરમાંથી નીકળેલા વાયરસને તે તુરંત મારી દે છે. જેથી ભલે કોઈ સંક્રમિત વ્યક્તિ રૂમમાં આવી જાય તો આ ઈલેક્ટ્રોનો છીંક અથવા ઉધરસના સમયે એરોસોલમાં રહેલા વાયરસની શક્તિને બેઅસર કરી દેશે. આ ફ્લોરિગ કે દિવાલ અથવા કોઈ વસ્તુ પર ચોંટેલા વાયરસને પણ બેઅસર કરી શકે છે. આ પ્રકારે હવા અથવા કોઈ વસ્તુના માધ્યમથી ટ્રાંસમિશનને ઓછુ કરી શકે છે.

  આ પણ વાંચોખુશખબર: રશિયાનો દાવો, 2 અઠવાડીયામાં જ આવી જશે દુનિયાની પહેલી Corona વેક્સીન

  News18 સાથે વાતચીત કરતા ડો. રાજાહ વિજય કુમારે કહ્યું કે, તેમને COVID-19 સ્વાસ્થ્ય આપાત સ્થિતિઓ માટે એક પ્રવર્તન નિર્દેશ હેઠળ યુએસ એફડીની મંજૂરી મળી છે. યુરોપિય સંધ માટે તેમને Conformite' Europeene અથવા તના અનુરૂપતાનું પ્રમાણપત્ર મળ્યું છે, જેના માટે Shycocanને 26 પરીક્ષણમાંથી પસાર થવું પડ્યું. પરીક્ષણોમાં સુરક્ષા, પ્રભાવકારિતા, પરિક્ષણમાં સામેલ છે, જે આ નિર્ધારીત કરવા માટે કે શું આ ડિવાઈસનો કોઈ હાનિકારક પ્રભાવ છે અથવા આ અન્ય ઉપકરણોના કામમાં હસ્તક્ષેપ કરે છે કે નહીં.

  તેમાં આ સિવાય એ પણ પરિક્ષણ સામેલ હતા કે, શું કોઈ સ્થાન પર હાજર અન્ય ઉપકરણ માટે Shycocanના પ્રદર્શનથી કોઈ હસ્તક્ષેપ કરશે. અધિકારીઓ અનુસાર, વિનિર્માણ માટે Approval ગત અઠવાડીએ મળી હતું.
  Published by:kiran mehta
  First published: