Home /News /business /EPS-95 ના ગ્રાહકોને મળી શકે મોટી ભેટ, પેન્શનની રકમમાં થઈ શકે આટલો મોટો વધારો

EPS-95 ના ગ્રાહકોને મળી શકે મોટી ભેટ, પેન્શનની રકમમાં થઈ શકે આટલો મોટો વધારો

પેન્શનની રકમમાં થઈ શકે વધારો

જો તમે પણ નોકરી (Jobs) કરતા હોવ અને પગારમાંથી તમારું ઇપીએફ (EPF) કપાય છે, તો તમારા માટે ખુશીના સમાચાર આવ્યા છે. ઈપીએસ હેઠળ લઘુતમ માસ પેન્શન (Minimum Mass Pension Hike)માં વધારો કરવાની લાંબા સમયથી માંગ ઉઠી રહી છે.

    નવી દિલ્હીઃ જો તમે પણ નોકરી (Jobs) કરતા હોવ અને પગારમાંથી તમારું ઇપીએફ (EPF) કપાય છે, તો તમારા માટે ખુશીના સમાચાર આવ્યા છે. ઈપીએસ હેઠળ લઘુતમ માસ પેન્શન (Minimum Mass Pension Hike)માં વધારો કરવાની લાંબા સમયથી માંગ ઉઠી રહી છે. હવે લેટેસ્ટ અપડેટ એ છે કે 'ઈપીએસ-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ'એ શ્રમ મંત્રાલય (Labour Ministry)ને લઘુત્તમ માસિક પેન્શન (Minimum Monthly Pension) 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરવા માટે 15 દિવસની નોટિસ આપી છે.

    દેશવ્યાપી આંદોલનની ચીમકી


    કમિટીએ આપેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો માંગણી નહીં સંતોષાય તો દેશવ્યાપી આંદોલન (Protest) શરૂ કરવામાં આવશે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ-1995 એટલે કે, EPS-95 એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા સંચાલિત નિવૃત્તિ ભંડોળ સંસ્થા છે. આ અંતર્ગત 6 કરોડથી વધુ ગ્રાહકો અને 75 લાખ પેન્શનરો લાભાર્થી છે.

    આ પણ વાંચોઃ ખોટા UPI એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરશો? આ રીતે પાછા મેળવો તમારા પૈસા

    પેન્શનરોના મૃત્યુદરમાં વધારો


    કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવને લખેલા પત્રમાં સંઘર્ષ સમિતિએ કહ્યું છે કે, ઈપીએસ-95 પેન્શનરોની પેન્શનની રકમ ઘણી ઓછી છે. આ ઉપરાંત તબીબી સુવિધાઓ પણ મર્યાદિત છે. આ કારણે પેન્શનરોનો મૃત્યુદર વધી રહ્યો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો 15 દિવસની અંદર આ પેન્શનની રકમમાં વધારો જાહેર કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત રેલ અને માર્ગ પરિવહન બંધ કરવા અને સામૂહિક ભૂખ હડતાલ જેવા પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી છે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ શેર કરાવી શકે 40 ટકાની કમાણી; જલ્દીથી કરો રોકાણ

    સમિતિએ નિયમિત અંતરાલે જાહેર કરવામાં આવેલા મોંઘવારી ભથ્થાની સાથે લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરવાની માંગ કરી છે. સમિતિએ 4 ઓક્ટોબર, 2016 અને 4 નવેમ્બર, 2022ના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને અનુરૂપ વાસ્તવિક પગાર પર પેન્શનની ચુકવણીની પણ માંગ કરી છે.


    શું છે EPS 95?


    કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 (1952ના 19)ની કલમ 6એ હેઠળ કર્મચારી પેન્શન યોજના 1995 શરૂ કરી હતી. ઇપીએફઓના જણાવ્યા અનુસાર, આ યોજના 16 નવેમ્બર 1995થી લાગુ થઇ હતી. આ યોજના કંપનીઓ અને અન્ય સંસ્થાઓના તમામ કર્મચારીઓને લાગુ પડે છે, જેમને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એન્ડ વિવિધ જોગવાઈઓ ધારો, 1952 લાગુ પડે છે. ઇપીએફઓની ઇપીએસ 1995 યોજના હેઠળ 1 સપ્ટેમ્બર 2014થી 1000 રૂપિયાના ન્યૂનતમ પેન્શનની સુવિધા શરૂ કરવામાં આવી હતી.
    First published:

    Tags: Business news, EPFO account, Pensioners

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો