Home /News /business /Diwali Muhurat Stocks: દીવાળીના દિવસે આ 9 શેર ખદીદવાની SMC ગ્લોબલની સલાહ

Diwali Muhurat Stocks: દીવાળીના દિવસે આ 9 શેર ખદીદવાની SMC ગ્લોબલની સલાહ

દિવાળી મુહૂર્ત શેર.

Diwali Muhurat Stocks:વિક્રમ સંવત 2078 માટે આ પેઢી તરફથી જે શેર્સ સૂચવવામાં આવ્યા છે તેમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, લાર્સન એન્ડ ટૂર્બો અને ડીએલએફ જેવા શેર્સ સામેલ છે.

મુંબઈ: કોર્પોરેટ કમાણીમાં રિકવરી આવવાની આશાએ હાલ શેર બજાર (Indian Share Market) તેજીમાં છે. બ્રોકરેજ હાઉસ SMC Global તરફથી તાજેતરમાં આ દિવાળી (Diwali Muhurat Stocks) પર ખરીદી કરવા જેવા 9 શેર પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. વિક્રમ સંવત 2078 માટે આ પેઢી તરફથી જે શેર્સ સૂચવવામાં આવ્યા છે તેમાં આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank share), સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India share), લાર્સન એન્ડ ટૂર્બો (L&T Share) અને ડીએલએફ (DLF share) જેવા શેર્સ સામેલ છે. Endurance Tech, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, Welspun India, KEC International, Phillips Carbon જેવા શેર પણ SMC ગ્લોબલની યાદીમાં સામેલ છે.

મિન્ટના કહેવા પ્રમાણે SMC Global તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે "બુલ માર્કેટમાં રોકાણ કરવાનો એક સર્વસામાન્ય નિયમ એવો છે કે તમારે ધીમેધીમે ક્વોલિટી શેર્સ તરફ વળવું જોઈએ. આ એવો સમય છે જ્યારે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો જોઈએ. રોકાણકારોએ પસંદગીના ક્વોલિટી શેર તરફ વળવું જોઈએ."

આ દિવાળીના ટોપ પીક:

SBI: બ્રોકરેજ હાઉસ તરફથી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના શેરને Buy રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસ પ્રમાણે આગામી આઠથી 10 મહિના દરમિયાન 577 રૂપિયાના ટાર્ગેટ સાથે આ શેરની ખરીદી કરી શકાય છે.

ICICI Bank: આઈસીઆઈસીઆઈ બેંક માટે પણ બાય રેટિંગ આપવામાં આવ્યં છે. આગામી 8-10 મહિનામાં આ શેર 874 રૂપિયા સુધી પહોંચી શકે છે.

L&T: કંપની E&C સેગમેન્ટમાં પોતાની સ્થિતિ જાળવી રાખશે. SMC તરફથી L&T શેર માટે 2,120 રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

DLF: કોવિડ-19ના બીજા વેવ દરમિયાન ઓપરેશનમાં અસર પહોંચવા છતાં કંપનીએ સારો દેખાવ કર્યો છે. આ શેર માટે SMC તરફથી 474 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

Endurance Tech: કંપનીની મજબૂત બેલેન્સશીટ જોઈને આ શેર માટે આગામી 8-10 મહિનામાં 2047 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ ફરી એક વખત ટાટા ગ્રુપની આ કંપનીમાં વધાર્યું રોકાણ

Welspun India: તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કંપનીના શેર માટે 193 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

Prestige Estates: પડકારજનક વાતાવરણ વચ્ચે પણ પ્રેસ્ટિજ તરફથી ખૂબ જ સારો દેખાવ કરવામાં આવ્યો છે. આથી કંપનીના શેર માટે 529 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

KEC International: કંપનીના મેન્જમેન્ટનું માનવું છે કે ટી એન્ડ ડી ડોમેસ્ટિક અને રેલવે અને સિવિલ સેગમેન્ટમાં ખૂબ પ્રોગ્રેસ થશે. આ જ કારણે બ્રોકરેજ હાઉસ તરફથી આગામી 8-10 મહિનામાં કંપનીના શેર માટે 555 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

આ પણ વાંચો: આશીષ કચોલિયાએ 25%નો કડાકો છતાં આ શેરમાં પોતાનું રોકાણ વધાર્યું- જાણો સમગ્ર અહેવાલ

Phillips Carbon Black: SMC તરફથી આ સેર માટે બાય રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે આ શેર 294 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે.

(નોંધ: શેર બજારમાં રોકાણ જોખમને આધિન છે. અહીં આપવામાં આવેલી સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે. News18 Gujarati તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદ કરવાની સલાહ આપવામાં આવતા નથી.)
First published:

Tags: Diwali 2021, Investment, Stock tips, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો