Home /News /business /Personal finance: વિલથી લઈને વીમા એજન્ટ, તમારી આ 9 વિગત તમારા પરિવાર પાસે હોવી જ જોઈએ!

Personal finance: વિલથી લઈને વીમા એજન્ટ, તમારી આ 9 વિગત તમારા પરિવાર પાસે હોવી જ જોઈએ!

ક્રેડિટ કાર્ડ (પ્રતીકાત્મક તસવીર)

Personal finance: અવસાન બાદ તમારા કાયદેસર વારસદારોને તમારી સંપત્તિ (Property) સરળતાથી મળી શકે તેવી ગોઠવણ કરી શકાય છે. તેમ છતાં કેટલાક એવા પાસા પણ છે જે ધ્યાન બહાર રહી જતા હોય છે.

  મુંબઈ: પરિવારના સભ્યનું અવસાન (Death) આઘાતજનક હોય છે. પણ હકીકત સ્વીકારીને જીવન જીવવાનું ચાલુ રાખવું પડે છે. અવસાન બાદ તમારા કાયદેસર વારસદારોને તમારી સંપત્તિ (Property) સરળતાથી મળી શકે તેવી ગોઠવણ કરી શકાય છે. તેમ છતાં કેટલાક એવા પાસા પણ છે જે ધ્યાન બહાર રહી જતા હોય છે. કોઈ પણ વ્યક્તિના મોતના કેસમાં જો જે તે વ્યક્તિએ પોતાના પરિવારથી અમુક વિગતો છૂપાવી હોય અથવા નાણાકીય વહીવટો (key financial details about you) અંગે માહિતી ન આપી હોય તો તેમના મોત બાદ પરિવારના સભ્યોને કેટલિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં તમને એવી કેટલિક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેની વિગતો તમારા પરિવાર પાસે હોવી જરૂરી છે.

  વિલ: વિલ (make will) બનાવીને તમે તમારી નાણાકીય, ભૌતિક અને ડિજિટલ સંપત્તિઓ (Digital property) ફાળવી શકો છો. પણ તમારો પરિવાર તમારી સંપત્તિની શોધમાં ક્યાં જશે? ક્યાં કેટલી સંપત્તિ છે? તેની સંપૂર્ણ માહિતી અમુક લોકો જ આપી શકશે. તમારે તે વિગતો લખી રાખવી પડશે. જેથી અહીં તમારા મહત્વના દસ્તાવેજો કોની પાસે હોઈ શકે, તેને ક્યાં શોધી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.

  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ: તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ટેક્સ કન્સલ્ટન્ટને તમારી આવક અને ખર્ચ વિશે માહિતી હોય છે. જેથી અવસાન બાદ કાયદેસર વારસદારોને સંપત્તિ વહેંચો તે પહેલાં તમારે તમારા બાકી ટેક્સ અને લાઈબલિટીઓ ચૂકવવાની જરૂર હોય છે.

  ફાઈનાન્શિયલ એડવાઈઝર: તમારા મૂડીરોકાણ અંગે તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝર અથવા તો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને જાણ હોય છે. તેઓ ટ્રાન્સમિશન પ્રક્રિયામાં પણ મદદ કરે છે. તમારા અવસાન પછી તમારા મૂડીરોકાણને તમારા વારસદારોના નામે ટ્રાન્સફર કરી શકાય છે.

  આ પણ વાંચો: દમદાર કમાણી માટે વિક્રમ સંવત 2078માં કયા સેક્ટર્સ પર રાખશો નજર? જાણો નિષ્ણાતોએ શું કહ્યું 

  વીમા એજન્ટ: એજન્ટ મારફતે તમે આરોગ્ય વીમા પોલિસી ખરીદી હશે. તમે હોસ્પિટલમાં મૃત્યુ પામો તેવી સ્થિતિમાં તમારા આરોગ્ય વીમા કંપની સમક્ષ હોસ્પિટલના બિલનો ક્લેમ કરવાની જરૂર પડશે. જ્યારે જીવન વીમા પોલિસીમાં નોમીનીને લાભ મળશે. આ બંને કેસમાં તમારા એજન્ટોના સંપર્કોની જરૂર પડશે.

  સ્ટોક બ્રોકર: મોટાભાગના લોકો માટે શેરની લે-વેચ સામાન્ય છે. હવે તો ઓનલાઇન બ્રોકરેજ દ્વારા આ પ્રક્રિયા એકદમ સરળ થઈ ગઈ છે. તમે ગમે તે રીતે રોકાણ કરતા હોવ સ્ટોક બ્રોકરની વિગતો સાચવીને રાખવી જરૂરી છે.

  વકીલ: તમારો કોઈ કેસ ચાલતો હોય કે તમે વકીલની સલાહ લઈ રહ્યા હોવ તો તેનું નામ અને સંપર્ક સહિતની વિગતો લખી રાખવી જોઈએ. કોઈ કેસનો લાઈફટાઈમ નિકાલ થઈ ગયો હોય તો પણ તે ગમે ત્યારે માથું ઊંચકી શકે છે. પરંતુ જો કાનૂની લડત ચાલુ રહી હોય તો તમારા વારસદારોએ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું પડશે. જેથી તમારા વકીલ કોણ છે તે જાણવું તેમને મદદ કરશે. જેથી વકીલની બધી વિગતો સરળતાથી મળી જાય તેવી રીતે હાથવગી રાખો.

  આ પણ વાંચો: Nykaa IPO: નાયકાના શેર લાગ્યા કે નહીં તે આ રીતે કરી ચેક, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ 

  પાન અને આધાર કાર્ડ: આ બે ડોક્યુમેન્ટ સૌથી મહત્વપૂર્ણ છે. પાન કાર્ડનો ઉપયોગ કેપિટલ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં થાય છે. જ્યારે આધારનો ઉપયોગ તમામ બેંક ખાતાઓ, ગેસ, વીજળી અને ટેલિફોન કનેક્શન્સ તેમજ નો-યોર-ક્લાયન્ટ (કેવાયસી) માટે કરવામાં આવે છે.

  ક્રેડિટ-એટીએમ કાર્ડ: ક્રેડિટ કાર્ડ-એટીએમ કાર્ડની યાદી તૈયાર કરો. વ્યક્તિના નિધન પછી ક્રેડિટ કાર્ડ સરેન્ડર કરવું આવશ્યક છે. જો તમારા પરિવારજનને ક્રેડિટ કાર્ડ ન મળે તો તમે સાચવેલી વિગતો તેમને મદદ કરી શકે છે. જો એટીએમ કાર્ડ સરેન્ડર ન થાય કે રદ્દ ન થાય તો તેનો ખોટી રીતે ઉપયોગ થવાનો ભય રહે છે. તમારા એટીએમ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સની યાદી બનાવવાનો પ્રયાસ કરો અને ફાઇલમાં વિગતો લખી રાખો. તમારા અવસાન બાદ તમારા વારસદારો કાર્ડસને ટર્મિનેટ કરે તે જરૂરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Documents, Insurance, Personal finance, Property

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन