Home /News /business /

Stocks to Buy: શેરખાને આ 9 શેર માટે આપ્યું બાય રેટિંગ, ડબલ ડિજિટમાં વળતર શક્ય

Stocks to Buy: શેરખાને આ 9 શેર માટે આપ્યું બાય રેટિંગ, ડબલ ડિજિટમાં વળતર શક્ય

હોટ સ્ટોક્સ

Hot stocks: શેરખાને નવ મિડ કેપ અને સ્મૉલ કેપ શેર્સ પર બાય રેટિંગ આપ્યું છે. આ એવા શેર છે જેમાં રોકાણ કરીને તમે થોડા જ સમયમાં ડબલ ડિજિટમાં કમાણી કરી શકો છો.

    નવી દિલ્હી: બુધવારે સપાટ શરૂઆત બાદ શેરબજાર લાલ નિશાન પર બંધ રહ્યું હતું. આરબીઆઈએ રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો વધારે કરવાની જાહેરાત કર્યાં બાદ બજાર બે ટકાના ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બીજી તરફ આજના ટ્રેડિંગમાં વ્યાજદરો પર ફેડના નિર્ણય પછી બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. ડબલ સદી લગાવીને નિફ્ટી 16,900ને પાર ચાલ્યો ગયો હતો. નિફ્ટી બેંકમાં 600થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવામાં આવ્યો હતો. મિડકેપમાં પણ શાનદાર તેજી જોવામાં આવી હતી.

    આજના ટ્રેડિંગમાં મેટલ, બેન્કિંગ, ઑટો જેવા સેક્ટર્સમાં ખૂબ સારી તેજી જોવા મળી છે. ઑટોમાં સૌથી વધારે તેજી જોવા મળી છે. Hero Moto આશરે 4 ટકા ભાગ્યો છે. બીજા શેર્સમાં પણ તેજી જોવા મળી છે.

    એવામાં શેરખાને નવ મિડ કેપ અને સ્મૉલ કેપ શેર્સ પર બાય રેટિંગ આપ્યું છે. આ એવા શેર છે જેમાં રોકાણ કરીને તમે થોડા જ સમયમાં ડબલ ડિજિટમાં કમાણી કરી શકો છો.

    Coromandel International | Rating: Buy | LTP: Rs 907 | કોરોમંડલ ઇન્ટરનેશનલ શેર માટે શેરખાને 'Buy' રેટિંગ આપતા 1,070 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી 18 ટકા ભાગી શકે છે.

    Biocon | Rating: Buy | LTP: Rs 366 | બૉયકૉન શેરને શેરખાને 'Buy' રેટિંગ આપતા 420 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી 14 ટકા ભાગી શકે છે.

    Supreme Industries | Rating: Buy | LTP: Rs 1,992 | સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝના શેરને શેરખાને 'Buy' રેટિંગ આપતા 2,500 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી 25 ટકા ભાગી શકે છે.

    Schaeffler India | Rating: Buy | LTP: Rs 2,277 | Schaeffler India ના શેર માટે શેરખાને 'Buy' રેટિંગ આપતા 2,650 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી 16 ટકા ભાગી શકે છે.

    આ પણ વાંચો:  કઈ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર આપે છે વધારે વ્યાજ? વાંચો અહેવાલ

    Mahindra Logistics | Rating: Buy | LTP: Rs 499 | મહિન્દ્રા લોજિસ્ટિક્સના શેર માટે શેરખાને 'Buy' રેટિંગ આપતા 630 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી 26 ટકા ભાગી શકે છે.

    GNA Axles | Rating: Buy | LTP: Rs 489 | જીએનએ એલેક્સ શેર માટે શેરખાને 'Buy' રેટિંગ આપતા 652 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી 33 ટકા ભાગી શકે છે.

    Indian Hotels Company | Rating: Buy | LTP: Rs 257 | ઇન્ડિયન હોટેલ્સ કંપનીના શેર માટે શેરખાને 'Buy' રેટિંગ આપતા 286 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી 11 ટકા ભાગી શકે છે.

    આ પણ વાંચો: રેપો રેટ વધતા તમારી હોમ લોનનો EMI કેટલો મોંઘો થશે? જાણો વિગત

    Atul | Rating: Buy | LTP: Rs 8,647 | અતુલ શેર માટે શેરખાને 'Buy' રેટિંગ આપતા 11,000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી27 ટકા ભાગી શકે છે.

    Nippon Life India Asset Management | Rating: Buy | LTP: Rs 305 | નિપ્પોન લાઇફ ઇન્ડિયા અસેટ મેનેજમેન્ટ શેર માટે શેરખાને 'Buy' રેટિંગ આપતા 430 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેર વર્તમાન કિંમતથી 41 ટકા ભાગી શકે છે.

    (ખાસ નોંધ: ઉપર આપવામાં આવેલા અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર