Home /News /business /છેલ્લા 6 મહિનામાં 85% વધ્યો આ શેર, હવે 2023માં આપશે ‘બમણું વળતર’; ફટાફટ રોકાણ કરી દો

છેલ્લા 6 મહિનામાં 85% વધ્યો આ શેર, હવે 2023માં આપશે ‘બમણું વળતર’; ફટાફટ રોકાણ કરી દો

આ બેંકિંગ શેરમાં કરો ખરીદી

2022ના અંતિમ 6 મહિનામાં આ શેરે શાનદાર વળતર આપ્યુ છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે, આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ બિઝનેસ અને ઓનલાઈન વ્યવહાક પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પ્રાઈવેટ સેક્ટરના બેંકોમાં ભારતીય બજારમાં ઊભરતી આગામી પેઢીની બેંકમાંથી એક તરીકે સ્થાપિત થઈ ગઈ છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ 2022માં ઘણા બેંકિંગ શેરોએ રોકાણકારોને તગડી કમાણી કરાવી છે અને હવે બધાની નજર 2023 પર છે. આ શ્રેણીમાં રોકાણકારો નવા વર્ષમાં મલ્ટીબેગર શેરની શોધ કરી રહ્યા છે. જેમાં IDFC First Bank Share દલાલ સ્ટ્રીટના તે બેંકિંગ શેરોમાંથી એક છે જે 2023માં સારું પ્રદર્શન કરી શકે છે. વધતા વ્યાજ દરો અને કોર્પોરેટ લેન્ડિંગ બિઝનેસમાં અપેક્ષિત વૃદ્ધિના કારણે માર્કેટ એક્સપર્ટ હવે પણ આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરની કિંમતોમાં તેજીની આશા રાખી રહ્યા છે.

  2022ના અંતિમ 6 મહિનામાં આ શેરે શાનદાર વળતર આપ્યું


  2022ના અંતિમ 6 મહિનામાં આ શેરે શાનદાર વળતર આપ્યુ છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે, આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ બિઝનેસ અને ઓનલાઈન વ્યવહાક પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પ્રાઈવેટ સેક્ટરના બેંકોમાં ભારતીય બજારમાં ઊભરતી આગામી પેઢીની બેંકમાંથી એક તરીકે સ્થાપિત થઈ ગઈ છે.

  આ પણ વાંચોઃ વર્ષ 2022માં આ કંપનીના CEO છવાયા હેડલાઈન્સમાં, કારણ જાણીને ચોંકી જશો

  શેર માટે આ હશે મહત્વના સ્તર


  મિંટની ખબર અનુસાર, શેરબજારના વિશ્લેષકોએ કહ્યુ કે, આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરોએ 45 રૂપિયાના સ્તર પર બ્રેકઆઉટ કર્યુ છે અને તે વર્તમાનમાં રૂ. 45થી રૂ.60ના દાયરામાં કારોબાર કરી રહ્યો છે. એકવાર તે રૂ.60ના સ્તરને પાર કરી દે તો તે 70 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. જો કે, ચાર્ટ પર શેરે ‘હાયર હાઈ હાયર લો’ પેટર્ન બનાવી છે, જે 70 રૂપિયાની ઉપરના સ્તરને બનાવી રાખ્યા પછી વધારે ઝડપથી ઉપરની તરફ જવાનો સંકેત આપે છે.

  બજાર વિશ્લેષકોએ આગળ કહ્યુ કે, જો આઈડીએફસી બેંકના શેરની કિંમત 70 રૂપિયાના સ્તરથી ઉપર બની રહે તો, આ બેંકિંગ શેર 2023ના અંત સુધી 3 અંકોના આંકડા સુધી પહોંચવામાં સફળ થઈ શકે છે અને આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરની કિંમત 120 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે.

  આ પણ વાંચોઃ PSU બેંકોએ રોકાણકારોના દિલ જીતી લીધા, ખરીદવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચે પણ ખેંચતાણ

  વેચવાલીની શ્રેણીમાંથી બહાર આવ્યા શેર


  આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરોની તેજી પર નજર રાખતા આઈઆઈએફએલ સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાએ કહ્યુ કે, ‘કોઈ પણ અન્ય ભારતીય બેંકની રીતે, ઝડપી વ્યાજ દર વ્યવસ્થાના કારણે, આઈડીએફસી બેંક તેના રિટેલ શેરોમાં વધારાથી બેંકના બિઝનેસમાં લાભ થવાની આશા છે.

  શેરધારકોને 85 ટકાથી વધારે વળતર આપ્યું


  2022માં પ્રવેશ કર્યા પછી, IDFC ફર્સ્ટ બેંકના શેર જુલાઈ 2022 સુધી વેચવાલીની શ્રેણીમાં રહ્યા. જો કે, જુલાઈના અંતિમ સપ્તાહથી, બેંકિંગ શેરે તેજી પકડી જે આજ સુધી કાયમ છે. ગત છ મહિનામાં, આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરની કિંમત લગભગ 31.50 રૂપિયાથી વધીને 60 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ છે. જેનાથી તેના શેરધારકોને 85 ટકાથી વધારે વળતર મળ્યુ છે. જો કે, શેર હજુ પમ અંડરવેલ્યૂડ છે કારણે કે તેણે YTD માં માત્ર 20 ટકા વળતર આપ્યું છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन