Home /News /business /ઓનલાઈન ગેમ્બલિંગથી વિદેશમાં જઈ રહ્યાં છે ભારતના 80 હજાર કરોડ રૂપિયા, હવે થશે કાર્યવાહી
ઓનલાઈન ગેમ્બલિંગથી વિદેશમાં જઈ રહ્યાં છે ભારતના 80 હજાર કરોડ રૂપિયા, હવે થશે કાર્યવાહી
વિદેશી જમીનમાંથી ઓપરેટ થનાર ઓનલાઈન બેટિંગ અને ગેમ્બલિંગ વેબસાઈટ પર ઝડપથી કાર્યવાહી થવાની છે.
દેશી જમીનમાંથી ઓપરેટ થનાર ઓનલાઈન બેટિંગ અને ગેમ્બલિંગ વેબસાઈટ પર ઝડપથી કાર્યવાહી થવાની છે. CNBC આવાજના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ પોર્ટલ દ્વારા પૈસા સીધા વિદેશમાં જઈ રહ્યાં છે. તેનાથી સરકારને વાર્ષિક લગભગ 80 હજાર કરોડનો ચૂનો લાગ્યો છે. Dafa News, Dafa bet, 1xBet, Betway, Parimatch જેવી લગભગ એક ડઝન વેબસાઈટની સરકારે ઓળખ કરી છે.
મુંબઈઃ વિદેશી જમીનમાંથી ઓપરેટ થનાર ઓનલાઈન બેટિંગ અને ગેમ્બલિંગ વેબસાઈટ પર ઝડપથી કાર્યવાહી થવાની છે. CNBC આવાજના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ પોર્ટલ દ્વારા પૈસા સીધા વિદેશમાં જઈ રહ્યાં છે. તેનાથી સરકારને વાર્ષિક લગભગ 80 હજાર કરોડનો ચૂનો લાગ્યો છે. Dafa News, Dafa bet, 1xBet, Betway, Parimatch જેવી લગભગ એક ડઝન વેબસાઈટની સરકારે ઓળખ કરી છે. આ તમામ દુબઈ, માલ્ટા અને અન્ય ટેક્સ હેવન દેશોમાંથી ચાલી રહી છે. દેશમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં આ બધી સૌથી વધુ એક્ટિવ છે.
ગેમિંગની લતે લોકોના સ્વાસ્થ્યને અસર કરી
ઉલ્લેખનીય છે કે તમિલનાડુ સરકારે રાજ્યમાં ઓનલાઈન જુગાર પર રોક લગાવવા માટે એક ઓર્ડિનન્સ બહાર પાડ્યો હતો. રાજ્ય સરકારનું કહેવું છે કે આ અધ્યાદેશ દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવશે. તમિલનાડુ સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઓનલાઈન ગેમ અને જુગારે ઘણા પરિવારોનો વિનાશ કર્યો છે. તેના કારણે ઘણા લોકોએ આત્મહત્યા કરી રહ્યાં છે. ગેમિંગની લતે લોકોના સ્વાસ્થ્યને અસર કરી છે. તેના પગલે સામાજિક વ્યવસ્થા સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે.
આ વેબસાઈટથી બે મોટા નુકસાન થઈ રહ્યાં છે. પ્રથમ યુવાઓને જુગાર રમવાની ગંદી આદત પડી રહી છે. તેનાથી સરકારને ભારે નુકસાન થયું છે. સૂત્રોનું કહેવું છે કે લગભગ 80 હજાર કરોડ રૂપિયા વાર્ષિક આ પોર્ટલ દ્વારા વિદેશમાં પહોંચી રહ્યાં છે. આ પોર્ટલને બ્લોક કરવા સિવાય તેની પર વોચ રાખવા માટે વિદેશી એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર