સર્જિકલ સ્ટ્રાઇક બાદ લોકો મોદી સરકારથી ખુશ: સર્વેમાં ખુલાસો

News18 Gujarati
Updated: March 7, 2019, 4:13 PM IST
સર્જિકલ સ્ટ્રાઇક બાદ લોકો મોદી સરકારથી ખુશ: સર્વેમાં ખુલાસો
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

મોદી સરકારને પાંચ વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે, ત્યારે આ અંગે લોકલ સર્કલ્સે એક ઓનલાઇન સર્વે કર્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: મોદી સરકારને પાંચ વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે, ત્યારે આ અંગે લોકલ સર્કલ્સે એક ઓનલાઇન સર્વે કર્યો છે. જેમાં લોકોને મોદી સરકારના કામકાજ અંગે પૂછવામાં આવ્યું હતું. સર્વે પ્રમાણે, 75 ટકા લોકોની આશાઓ પર મોદી સરકાર ખરી ઉતરી છે. ઉપરાંત તેઓ આને આશા કરતાં સારું અથવા આશા પ્રમાણે માને છે. સાથે જ જ્યારે લોકોને મોદી સરકારની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું તો લગભગ 80 ટકા લોકોએ આ યોજનાઓ સારી હોવાનું કહ્યું હતું.

લોકલ સર્કલ્સના CEO સચિન તપરિયાએ કહ્યું કે, તેમણે ફેબ્રુઆરીના ત્રણ અઠવાડિયામાં આ સર્વે હાથ ધર્યો હતો. જેમાં 85 ટકા લોકોનું કહેવું હતું કે, મોદી સરકારે વાયદા પૂરા કર્યા છે. સાથે જ 30 ટકા લોકોનું કહેવું હતું કે, સરકારે આશા કરતાં વધુ સારું કામ કર્યું છે. આ સર્વેમાં મોંઘવારી, રોજગાર, સર્જિકલ સ્ટ્રાઇક, મોદી સરકારની યોજનાઓ વિશે લોકોને પૂછવાાં આવ્યું હતું.

આ પણ વાંચો: UPમાં સપા-બસપાની સાથે કોંગ્રેસનું ગઠબંધન નક્કી, 15 સીટ પર લડી શકે છે ચૂંટણી: સૂત્ર

સચિન તપરિયાએ કહ્યું કે, સર્વેમાં 64 ટકા લોકોનું કહેવું હતું કે મોદી રાજમાં મોંઘવારી ઘટી છે. સર્જિકલ સ્ટ્રાઇક 2 બાદ લોકોનું મોદી સરકાર તરફનું દ્રષ્ટિકોણ બદલાયું છે. જે બાદ ઘણા લોકો મોદી સરકારના પક્ષમાં આવ્યા છે.
First published: March 7, 2019, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading