Home /News /business /8 રૂપિયાથી 872રૂ. પર પહોંચ્યો આ શેરનો ભાવ, હવે કંપની આપશે 600% ડિવિડન્ડ; જાહેર કરી રેકોર્ડ ડેટ
8 રૂપિયાથી 872રૂ. પર પહોંચ્યો આ શેરનો ભાવ, હવે કંપની આપશે 600% ડિવિડન્ડ; જાહેર કરી રેકોર્ડ ડેટ
આ કંપનીએ કરી ડિવિડન્ડ આપવાની જાહેરાત
કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, ‘બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે 6 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર એટલે કે 600 ટકા અંતરિમ ડિવિડન્ડની ચૂકવણીની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ કોરોમન્ડલ ઈન્ટરનેશનલ લિમિટેડના બોર્ડ મેમ્બર ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત ક્વાટર માટે તેમની કમાણીની જાહેરાત કરતા ડિવિડન્જ આપવાની ઘોષણા કરી છે. કંપની 6 રૂપિયા પ્રતિ શેરના અંતરિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે. શુક્રવારે કારોબાર દરમિયાન આ શેર 873.80 રૂપિયા પર બંધ થયો.
કંપનીએ શું કહ્યું?
કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, ‘બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે 6 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર એટલે કે 600 ટકા અંતરિમ ડિવિડન્ડની ચૂકવણીની જાહેરાત કરી છે. અંતરિમ ડિવિડન્ડની ચૂકવણી 27 ફેબ્રુઆરી, 2023 કે ત્યારપછી કરવામાં આવશે. બોર્ડે તેના માટે રેકોર્ડ ડેટ 17 ફેબ્રુઆરી, 2023 નક્કી કરી છે.
સમીક્ષાધીન ક્વાટર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો એક વર્ષ પહેલાની સરખામણીમાં 38 ટકા વધીને 527 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે તેની કામગીરીમાંથી આવક 64 ટકા વધીને 8,310 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જાણકારી અનુસાર, કંપનીના શેરોનું મહત્તમ વળતર 8,718.90 ટકા છે. 11 વર્ષમાં આ શેર 8 રૂપિયાથી વધીને 872.90 રૂપિયા પર પહોંચી ગયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર