Home /News /business /8 કોર ઈન્ડસ્ટ્રીનો વિકાસ દર આવ્યો નીચે, ઓગસ્ટમાં ઘટીને માત્ર 3.3 ટકા રહ્યો

8 કોર ઈન્ડસ્ટ્રીનો વિકાસ દર આવ્યો નીચે, ઓગસ્ટમાં ઘટીને માત્ર 3.3 ટકા રહ્યો

8 કોર ઈન્ડસ્ટ્રીનો વિકાસ દર આવ્યો નીચે

Growth rate of 8 core industries: ઓગસ્ટમાં 8 કોર સેક્ટરનો વિકાસ દર 3.3 ટકાની ધીમી ગતિએ વધ્યો છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. આ વધારો છેલ્લા નવ મહિનામાં સૌથી ઓછો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો 12.2 ટકા હતો.

વધુ જુઓ ...
    Growth rate of 8 core industries: ઓગસ્ટમાં 8 કોર સેક્ટરનો વિકાસ દર 3.3 ટકાની ધીમી ગતિએ વધ્યો છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. આ વધારો છેલ્લા નવ મહિનામાં સૌથી ઓછો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો 12.2 ટકા હતો. નવેમ્બર 2021માં અગાઉની નીચી સપાટી 3.2 ટકા હતી.

    આ વર્ષે એપ્રિલ-ઓગસ્ટમાં 8 કોર સેક્ટરનો વિકાસ દર 9.8 ટકા હતો, જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં 19.4 ટકા હતો. આ આઠ ક્ષેત્રોમાં કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો:  શા માટે માંગવામાં આવે છે કેન્સલ ચેક? શુ છે તેની જરૂરિયાત, જાણો બેંક ખાતા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી

    વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (Ministry of Commerce and Industry) દ્વારા શુક્રવાર, ઓગસ્ટ 2022 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, અગાઉના વર્ષના સમાન મહિનાની તુલનામાં સ્ટીલ, સિમેન્ટ, કોલસો, રિફાઇનરી ઉત્પાદનો, ખાતર અને વીજળીના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હતો.

    આ છે દેશના 8 મુખ્ય ઉદ્યોગો


    દેશના 8 મુખ્ય ઉદ્યોગોમાં કોલસો, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, સ્ટીલ, સિમેન્ટ, ક્રૂડ ઓઇલ, ખાતર અને પાવર સેક્ટરનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે મુખ્ય ક્ષેત્રો તે ક્ષેત્રો છે જે દેશના અન્ય ઉદ્યોગોને ચલાવવા માટે કાચો માલ અથવા જરૂરી સંસાધનો આપે છે.

    જો આપણે 8 મુખ્ય ઉદ્યોગોના વિકાસ દર પર નજર કરીએ તો ઓગસ્ટ 2022ના આંકડા જુલાઈ કરતા પણ ઓછા છે. જુલાઈમાં આ વૃદ્ધિ દર 4.5% હતો. જ્યારે તે પહેલા તે જૂન 2022 માં 13.2% અને મે 2022 માં 19.3% પર પહોંચી ગયો હતો. જો છેલ્લા 12 મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો મે 2022માં જ આ વૃદ્ધિ દર સૌથી વધુ રહ્યો છે. જ્યારે તે પહેલા ઓગસ્ટ 2021માં જ તે ડબલ ડિજિટમાં હતો અને ત્યાર બાદ તે સતત નીચે છે.

    આ પણ વાંચો:  PM મોદી આવતીકાલે લોન્ચ કરશે કોમર્શિયલ 5G સેવા, જાણો સામાન્ય લોકોને ક્યારે મળશે સુવિધા

    FY23 માટે રાજકોષીય ખાધ રૂ. 16.61 લાખ કરોડ હોવાનો અંદાજ


    સરકારે નાણાકીય વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ રૂ. 16.61 લાખ કરોડ રહેવાનો અંદાજ મૂક્યો છે, જે GDPના 6.4 ટકા છે. ડેટા અનુસાર, એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન મૂડીખર્ચ 2022-23 માટે અંદાજિત લક્ષ્યાંકના 33.7 ટકા હતો જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 31 ટકા હતો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Business news

    विज्ञापन
    विज्ञापन