Home /News /business /

8 શેર જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ડિસેમ્બર મહિનામાં જોવા મળે છે 10%થી વધારે તેજી

8 શેર જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ડિસેમ્બર મહિનામાં જોવા મળે છે 10%થી વધારે તેજી

ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

December Stocks: મનીકંટ્રોલ તરફથી કરવામાં આવેલા એક વિશ્વેષણ પ્રમાણે બીએસઈ (BSE) પર 8 એવા શેર છે જે છેલ્લા ત્રણ વર્ષથી ડિસેમ્બર મહિના દરમિયાન ઓછામાં ઓછા 10 ટકા વધ્યા છે.

    મુંબઈ: છેલ્લા એક મહિનાથી વધારે સમય દરમિયાન ભારતીય બજાર (Indian share market)નું પ્રદર્શન નવળું રહ્યું છે. આ દરમિયાન બેન્ચમાર્ક સેન્સેક્સ (Sensex crash) પોતાના 61,765 અંકના ક્લૉજિંગ હાઈથી આશરે 3,000 અંક એટલે કે 5% તૂટ્યો છે. મનીકંટ્રોલ તરફથી કરવામાં આવેલા એક વિશ્વેષણ પ્રમાણે બીએસઈ (BSE) પર 8 એવા શેર છે જે છેલ્લા ત્રણ વર્ષથી ડિસેમ્બર મહિના દરમિયાન ઓછામાં ઓછા 10 ટકા વધ્યા છે. આમાંથી અમુક શેર હાલ ઓછા વોલ્યૂમ સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. આ એનાલિસિસ દરમિયાન એવી કંપનીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી જેની માર્કેટ કેપ (Market cap) 500 કરોડ રૂપિયાથી વધારે છે. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ આઠ શેરમાંથી ચાર શેરમાં તેજીના બદલે મંદી નજરે પડી રહી છે.

    Black Box Ltd. (formerly AGC Networks) | ડિસેમ્બર 2018માં આ શેરમાં 11% તેજી હતી. ડિસેમ્બર 2019 દરમિયાન આ શેર 19% ઉપર હતો. ડિસેમ્બર 2021માં આ શેર 24% ઉપર હતો. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ શેર વધારે કમજોર છે.

    Hindustan Foods Ltd. | ડિસેમ્બર 2018માં આ શેરમાં 16% તેજી હતી. ડિસેમ્બર 2019 દરમિયાન આ શેર 14% ઉપર હતો. ડિસેમ્બર 2021માં આ શેર 75% ઉપર હતો. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ શેર હાલ કમજોરને બદલે વધારે મજબૂત લાગી રહ્યો છે.

    JSW Ispat Special Products Ltd. | ડિસેમ્બર 2018માં આ શેરમાં 14% તેજી હતી. ડિસેમ્બર 2019 દરમિયાન આ શેર 45% ઉપર હતો. ડિસેમ્બર 2021માં આ શેર 61% ઉપર હતો. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ શેર હાલ મજબૂતને બદલે કમજોર વધારે છે.

    JTL Infra Ltd. | ડિસેમ્બર 2018માં આ શેરમાં 15% તેજી હતી. ડિસેમ્બર 2019 દરમિયાન આ શેર 14% ઉપર હતો. ડિસેમ્બર 2021માં આ શેર 12% ઉપર હતો. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ શેર હાલ વધારે મજબૂત છે.

    આ પણ વાંચો: ₹1.85થી ₹97: દોઢ વર્ષમાં આ પેની સ્ટોકમાં રોકાણકારોને મળ્યું 5150% વળતર, શું તમારી પાસે છે?

    Kellton Tech Solutions Ltd. | ડિસેમ્બર 2018માં આ શેરમાં 32% તેજી હતી. ડિસેમ્બર 2019 દરમિયાન આ શેર 19% ઉપર હતો. ડિસેમ્બર 2021માં આ શેર 39% ઉપર હતો. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ શેર હાલ વધારે મજબૂત છે.

    Rane (Madras) Ltd. | ડિસેમ્બર 2018માં આ શેરમાં 11% તેજી હતી. ડિસેમ્બર 2019 દરમિયાન આ શેર 34% ઉપર હતો. ડિસેમ્બર 2021માં આ શેર 15% ઉપર હતો. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ શેર હાલ મજબૂતને બદલે વધારે કમજોર લાગી રહ્યો છે.

    આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ અઠવાડિયામાં આ શેરમાં 753 કરોડ રૂપિયા ગુમાવ્યા

    Tata Steel BSL Ltd. | ડિસેમ્બર 2018માં આ શેરમાં 46% તેજી હતી. ડિસેમ્બર 2019 દરમિયાન આ શેર 11% ઉપર હતો. ડિસેમ્બર 2021માં આ શેર 13% ઉપર હતો. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ શેર હાલ વધારે મજબૂત લાગી રહ્યો છે.

    Yaarii Digital Integrated Services Ltd. | ડિસેમ્બર 2018માં આ શેરમાં 21% તેજી હતી. ડિસેમ્બર 2019 દરમિયાન આ શેર 20% ઉપર હતો. ડિસેમ્બર 2021માં આ શેર 70% ઉપર હતો. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ પ્રમાણે આ શેર મજબૂતને બદલે હાલ વધારે કમજોર લાગી રહ્યો છે.

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત માહિતી માટે જ છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચાણની કોઈ જ સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: December, Investment, Share market, Stock tips, સેન્સેક્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन