Home /News /business /બ્રોકિંગ હાઉસ Geojitની પસંદગીના લાર્જકેપ શેર્સ, જેમાં મળી શકે છે 38% સુધી વળતર

બ્રોકિંગ હાઉસ Geojitની પસંદગીના લાર્જકેપ શેર્સ, જેમાં મળી શકે છે 38% સુધી વળતર

બુલ (પ્રતીકાત્મક તસવીર)

Large cap shares: બ્રોકિંગ હાઉસ Geojit તરફથી પોતાની એક નોટમાં જણાવવામાં આવ્યું છે. જિયોજિત તરફથી અમુક લાર્જકેપ શેર (largecap share)ની ભલામણ કરવામાં આવી છે.

    મુંબઈ: બજારમાં આજે (10 નવેમ્બર) નફા વસૂલી (Profit booking) જોવા મળી હતી. નિફ્ટી 18,000 નીચે સરકી ગયો હતો. જ્યારે સેન્સેક્સમાં એક સમયે 400 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા અને મીડિયાને છોડીને તમામ સેક્ટર લાલ નિશાન પર જોવા મળ્યા હતા. આ સમયે બજારમાં કમાણીનો મોકો ક્યાં છે તેના વિશે બ્રોકિંગ હાઉસ Geojit તરફથી પોતાની એક નોટમાં જણાવવામાં આવ્યું છે. જિયોજિત તરફથી અમુક લાર્જકેપ શેર (largecap share)ની ભલામણ કરવામાં આવી છે. આ શેર્સમાં 12-38 ટકા તેજી જોવા મળી શકે છે. તો તેમના પર એક નજર કરીએ.

    Kotak Mahindra Bank | આ શેરમાં Geojit તરફથી Buy રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ શેરનો ટાર્ગેટ 2,353 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. હાલ આ શેર 2,097 રૂપિયા આસપાસ છે. જિયોજિતનું માનવું છે કે આગામી ત્રિમાસિક દરમિયાન વ્યાજની આવકની કમાણીમાં વધારો અને ઑપરેટિંગ પ્રોફિટ વધવાની સાથે સાથે કંપનીના બિઝનેસમાં તેજી જોવા મળી શકે છે. આ શેરમાં 12%ની તેજી જોવા મળી શકે છે.

    IndusInd Bank | આ શેર માટે જિયોજિય તરફથી 1,352 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેરમાં 26 ટકા વળતર મળી શકે છે. આશા છે કે કંપનીની લૉ કોસ્ટ ડિપોઝિટમાં વધારે જોવા મળી શકે છે. બેંકની બેલેન્સશીટ ખૂબ મજબૂત છે. જેને જોઈને આ શેરમાં રોકાણની સલાહ આપવામાં આવી છે.

    Axis Bank | જિયોજિત તરફથી આ શેરમાં Buy રેટિંગ આપતા 889 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ આ શેર 745 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ શેરમાં 19 ટકા રિટર્ન મળી શકે છે.

    HDFC | આ શેર માટે જિયોજિત તરફથી 3,355 રૂપિયાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. બ્રોકિંગ હાઉસ તરફથી આ શેરની ખરીદીની સલાહ આપવામાં આવી છે. હાલ આ શેર 2,940 રૂપિયા આસપાસ નજરે પડી રહ્યો છે. આ શેરમાં 14 ટકા સુધી રિટર્ન મળી શકે છે. કંપનીના બિઝનેસમાં કોરોનાની બીજી લહેર બાદ જોરદાર રિકવરી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: નાયકાના શેરનું બમ્પર લિસ્ટિંગ: રોકાણકારોએ હવે શું કરવું? શેર વેચી દેવા કે રોકાણ જાળવી રાખવું? 

    Vedanta | આ શેર માટે જિયોજિત તરફતી Buy રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ શેર માટે 374 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ આ શેર 318 રૂપિયાના સ્તર પર નજરે પડી રહ્યો છે. આ શેરમાં 17 ટકા વધારો શક્ય છે. કંપનીનું લૉંગ ટર્મ આઉટલુક ખૂબ પૉઝિટિવ લાગી રહ્યું છે. કંપની પોતાની પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત કરવા પર ફોકસ કરી રહી છે.

    UPL | આ શેરમાં જિયોજિત તરફથી 875 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેર હાલ 746 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ શેરમાં 17 ટકાનો વધારો જોવા મળી શકે છે.

    Gail India | આ શેર પર Buy રેટિંગ આપતા જિયોજિત તરફથી 208 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હાલ આ શેર 150 રૂપિયાના સ્તર પર નજરે પડી રહ્યો છે. આ શેરમાં 38 ટકા સુધી વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: ફાલ્ગુની નાયર: 50 વર્ષની ઉંમરે શરૂ કરી Nykaa, આજે ભારતની સૌથી અમીર સેલ્ડ-મેડ મહિલા અબજોપતિ

    Dr Reddys Laboratories | આ શેરમાં જિયોજિત તરફથી BUY રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ બ્રોકરેજ ફર્મે શેર માટે 5,437 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ શેર હાલ 4,791 રૂપિયાના સ્તર પર નજરે પડી રહ્યો છે. આ શેરમાં 13 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips, સેન્સેક્સ

    विज्ञापन
    विज्ञापन