Home /News /business /

શું તમે નાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો? ભારતમાં આ 8 વ્યવસાયો છે સૌથી વધુ નફાકારક

શું તમે નાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો? ભારતમાં આ 8 વ્યવસાયો છે સૌથી વધુ નફાકારક

8 બિઝનેસ આઇડિયા.

Best Business Idea: આજે અમે તમને અમુક એવા બિઝનેસ આઇડિયા (Best Business Idea) વિશે જણાવીશું જેનો ટ્રેન્ડ ક્યારેય પણ ઓછો નહીં થાય. એટલું જ નહીં તમે ઓછા પૈસામાં નાના પાયે શરૂઆત કરીને નફો કમાઈ (Earn Profit) શકો છો.

મુંબઈ: કોરોના મહામારી બાદ પૈસા કમાવવા (Earn Money) માટે લોકોનું વલણ નોકરી કરતા પોતાનો બિઝનેસ શરૂ (Business Idea) કરવા તરફ વધુ રહ્યું છે. પરંતુ બિઝનેસ શરૂ કરતા (How to start Business) પહેલા અને શરૂ કર્યા બાદ પણ અનેક વિચારો કરવા પડે છે. આજે માર્કેટ ટ્રેન્ડ (Market Trend) સરળતાથી બદલાય છે અને જો લોકોની પસંદ પ્રમાણે આપણા બિઝનેસમાં પરિવર્તન ન થાય તો ભારે નુકસાન વેઠવું પડી શકે છે. તેથી આજે અમે તમને અમુક એવા બિઝનેસ આઇડિયા (Best Business Idea) વિશે જણાવીશું જેનો ટ્રેન્ડ ક્યારેય પણ ઓછો નહીં થાય. એટલું જ નહીં તમે ઓછા પૈસામાં નાના પાયે શરૂઆત કરીને નફો કમાઈ (Earn Profit) શકો છો.

1) ઓટોમોબાઇલ રિપેર (Automobile Repair)

જો તમને ઓટોમોબાઇલ સંબંધિત તમામ જાણકારી છે અને તેના માટે રિપેર શોપ ખોલવાનું વિચારી રહ્યા છો તો તમારો નિર્ણય એકદમ યોગ્ય છે. કારણ કે હાલ ભારતમાં ઓટોમોબાઇલ રિપેર સૌથી વધુ નફાકારક વ્યવસાય પૈકી એક છે. શોપ શરૂ કરતા પહેલા થોડું હોમવર્ક કરવું પણ જરૂરી છે, જેમ કે તમારી શોપમાં તમે શું-શું સુવિધા આપશો? બિઝનેસ શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર પડશે? કયા-કયા ઈક્વિપમેન્ટની જરૂર પડશે વગેરે જેવી બાબતોનો વિચાર કરી લેવો વધુ યોગ્ય રહેશે. બિઝનેસની શરૂઆતમાં તમે ગ્રાહકોને આકર્ષવા માટે થોડું ડિસ્કાઉન્ટ પણ આપી શકો છો. ત્યાર બાદ લાઈસન્સ અને રજીસ્ટ્રેશન પણ સૌથી જરૂરી તબક્કો છે. તમારી શોપનું લાઈસન્સ જરૂર મેળવો.

2) આઇસ્ક્રીમ પાર્લર (Ice-cream parlor)

જો તમને આઇસ્ક્રીમ ખાવાની સાથે બનાવવાનો પણ શોખ છે અને તમે આઇસ્ક્રીમ ર્લર શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે એકદમ યોગ્ય વિચાર છે. જોકે, આ બિઝનેસ માટે તમારે આઇસ્ક્રીમ બનાવવાની કોઇ જરૂર રહેતી નથી, કારણ કે આજકાલ અનેક કંપનીઓ પોતાની ફ્રેન્ચાઇઝી આપે છે. આથી તમે નક્કી કરી શકો છો કે તમારે કઇ રીતે આઇસ્ક્રીમનો બિઝનેસ કરવો છે, જેમ કે તમે વિવિધ કંપનીની ફ્રેન્ચાઇઝી લઇને વહેંચવા માંગો છો કે પછી તમારી જાતે નવી ફ્લેવર્સ બનાવીને વેચવા માંગો છો. એક વખત નક્કી કર્યા બાદ રોકાણ માટે પૈસા, સુવિધા, જગ્યા અને માર્કેટિંગ સ્ટ્રેટેજી અંગે પ્લાનિંગ કરો.

3) ક્લાઉડ કિચન (Cloud Kitchen)

ક્લાઉડ કિચનનું કલ્ચર આજે ખૂબ જાણીતુ બન્યું છે. આ રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ઓનલાઇન ફૂડ ડિલિવર કરવાનું અથવા સ્વિગી કે ઝોમેટો જેવી ઓનલાઇન લાઇસન્સ ડિલિવર કંપની સાથે ટાઇ-અપ કરીને વેચાણ કરવામાં આવે છે. તમે Zomato અને Swiggyમાં તમારું નામ ઉમેરી શકો છો. તેઓ તમારા મેનૂ અનુસાર તમને ઓર્ડર ફોરવર્ડ કરશે. તેથી, આ એક નવું સાહસ છે જે તમે ઓછા રોકાણ સાથે શરૂ કરી શકો છો.

આ પણ વાંચો: Business Idea: PhonePe એપથી ઘરે બેઠા મોટી કમાણી પણ કરી શકાય છે! જાણો કઈ રીતે

4) ઇન્ટિરીયર ડિઝાઇનિંગ બિઝનેસ (Interior designing Business)

આજના મોડર્ન જમાનાનો સૌથી પોપ્યુલર બિઝનેસ. દરેક વ્યક્તિ પોતાના ઘરને પોતાની ઇચ્છાઓ અનુસાર સજાવવા માંગે છે. અને જો તમે ઇન્ટિરીયર ડિઝાઇનિંગનો કોર્સ કરેલો હોય કે પછી તમને આ ક્ષેત્રમાં સારી સૂઝબૂઝ છે તો તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. તમારે વધારે રોકાણ કરવાની જરૂર નથી, શરુઆતમાં તમે ઘરેથી કામ કરી શકો છો. પરંતુ પછીથી તમે બીજી ઓફિસમાં શિફ્ટ થઈ શકો છો.

5) જ્યુસ શેક કાઉન્ટર (Juice center)

મોટાભાગના લોકો આજે જ્યુસ અને શેકના દિવાના હોય છે. તેથી જ હાલ ઓછા રોકાણમાં આ બિઝનેસ પણ માર્કેટમાં ઘણો ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. મોટા ભાગે યુવાનો જ્યુસ અને શેક પીતા જોવા મળે છે. તેથી જો તમે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારા બિઝનેસ માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં તમને સ્ટુડેન્ટ્સ કે યુવાનો વધુ સરળતાથી મળી રહે. તમારી શોપમાં અનેક ફ્લેવર સાથે એક તમારી સ્પેશ્યલ વેરાઇટી અવશ્ય ઉમેરો. જેથી ગ્રાહકોમાં તમારી અલગ છાપ રહે.

6) પ્લેસમેન્ટ સર્વિસ (Placement service)

પ્લેસમેન્ટ સર્વિસ એટલે કે જ્યાં નોકરી શોધનાર વ્યક્તિ પોતાના નામ અને તેમને જોઈતી સંબંધિત નોકરી સાથે અરજી કરે છે અને સર્વિસ તેમને સંબંધિત નોકરી શોધવામાં મદદ કરે છે અને તેના માટે તેમની પાસેથી પૈસા લે છે. ઘણી કંપનીઓ યોગ્ય ઉમેદવાર માટે પ્લેસમેન્ટ સર્વિસનો સંપર્ક કરે છે. આ ભારતનો સૌથી નફાકારક વ્યવસાય છે. તેથી જો તમે પ્લેસમેન્ટ સર્વિસ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા હોય તો તે એક સારો વિચાર છે. પરંતુ આ પહેલા તમારે બજાર માટેની વ્યૂહરચના તૈયાર કરવી પડશે.

આ પણ વાંચો: Business Idea: તજના પાનની ખેતીમાં કરો કમાણી, ફક્ત 50 છોડ ઊગાડીને વર્ષે થશે લાખોની કમાણી

તમારે માર્કેટમાં વિશ્વસનીયતાની સાથે ગુડવિલ પણ મેળવવી પડશે. તેથી ઉમેદવાર અને કંપની તમારા પર વિશ્વાસ કરી શકે. મોટી કંપનીઓનો સંપર્ક કરો, જેથી તેઓ પ્લેસમેન્ટ બહાર પાડે ત્યારે તમારો સંપર્ક કરે. હાલ વધુને વધુ લોકો સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો સોશ્યલ મીડિયા છે. તેથી દરેક સોશ્યલ મીડિયામાં તમારી કંપનીનું પેજ બનાવો. તે પણ તમને ફાયદાકારક સાબિત થશે.

7) ઇલેક્ટ્રોનિક્સ રિપેર (Electronics Repair)

જો તમે અલગ-અલગ ઇલેક્ટ્રોનિક ગેજેટને રિપેર કરી શકો છો, તો તમે એક રિપેરિંગ શોપ ખોલી શકો છો. દરેક ઘર, ઓફિસ અને દુકાનમાં ઇલેક્ટ્રોનિક મશીનો હોય છે, જેથી તમારો બિઝનેસ સરળતાથી ચાલી શકે છે. આ એક ઓછા રોકાણ વાળો બિઝનેસ છે તેથી જો તમે સારી સર્વિસ આપશો તો તમે વધુ પૈસા કમાઇ શકો છો.

આ પણ વાંચો: Business Idea: ફક્ત 15 હજાર રૂપિયામાં ઘર બેઠા શરૂ કરો આ બિઝનેસ, દર મહિને લાખોની કમાણી

8) ડાન્સ ક્લાસિસ (Dance class)

ડાન્સ પ્રેક્ટિસ તમને વધુ એનર્જેટિક અને ફ્રેશ અનુભવ કરાવે છે. આજકાલ બાળકોથી લઇને યુવાનો સુધી તમામને ડાન્સનો શોખ હોય છે. તેથી જો તમે પણ સારે ડાન્સ કરી શકો છો અથવા તો તમે કથક, ભરતનાટ્યમ, ગરબા, લોકનૃત્ય, વેસ્ટર્ન ડાન્સ, બેલી ડાન્સ જેવા કોઇ પણ ફોર્મમાં પારંગત છો તો તમે ડાન્સ ક્લાસ શરૂ કરી શકો છો. ડાન્સ ક્લાસિસ શરૂ કરતા પહેલા પણ એક માળખું તૈયાર કરો અને પછી આગળ વધો. આ ક્ષેત્રમાં તમને સોશ્યલ મીડિયા સૌથી વધુ મદદગાર સાબિત થશે.
First published:

Tags: Business idea, Earn money, Money, Small-business

આગામી સમાચાર