7th Pay Commission: 31 ટકા 31 DA થવા પર સેલેરીમાં આવશે મોટો ઉછાળો, સમજો ગણિત

કેન્દ્રીય કર્મચારીઓને (Central employees)ફેસ્ટિવલ સિઝનમાં (Festival season) વધુ એક ખુશખબરી મળી શકે છે

કેન્દ્રીય કર્મચારીઓને (Central employees)ફેસ્ટિવલ સિઝનમાં (Festival season) વધુ એક ખુશખબરી મળી શકે છે

  • Share this:
    7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને (Central employees)ફેસ્ટિવલ સિઝનમાં (Festival season) વધુ એક ખુશખબરી મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA)અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહતમાં (DR)વધારો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે હાલમાં જ ડીએ 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું છે. હવે તેમના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો બીજો વધારો કરવામાં આવી શકે છે.

    જુલાઈ 2021નું ડીએ હજુ નક્કી કરવામાં આવ્યું નથી પણ જાન્યુઆરીથી મે 2021ના AICPI આંકડાથી સ્પષ્ટ છે કે 3 ટકાનો વધારો થઇ શકે છે. આ રીતે 3 ટકાનો બીજો વધારો થવાથી મોંઘવારી ભથ્થું 31 ટકા પર પહોંચી જશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે કેન્દ્ર સરકાર દશેરા કે દિવાળીની આસપાસ ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે.

    11 ટકા વધી ચૂક્યું છે મોંઘવારી ભથ્થું

    ગત વર્ષના મુકાબલે કુલ ડીએ 11 ટકા વધી ગયું છે. સરકારે જુલાઇ 2021થી તેને 28 ટકા કરી દીધું છે. હવે જો આ 3 ટકા વધે તો મોંઘવારી ભથ્થા (17+4+3+4+3)સાથે 31 ટકા સુધી પહોંચી જશે. જો કોઇ કર્મચારીની બેસિક સેલેરી 50,000 રૂપિયા છે તો તેને 15,500 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે.

    કેવી રીતે થશે વેતનમાં વૃદ્ધિની ગણતરી

    કર્મચારીની બેસિક સેલેરી જો 56900 રૂપિયા છે તો નવું મોંઘવારી ભથ્થું એટલે કે 31 ટકા અંતર્ગત 17639 રૂપિયા મહિને ભથ્થું મળશે. જ્યારે 28 ટકાના દરથી 15932 રૂપિયા/મહિના થશે એટલે કે કુલ 1707 રૂપિયા મોંઘવારી વધશે. એટલે કે સેલેરીમાં કુલ વાર્ષિક વધારો 20484 રૂપિયા થશે.

    આ પણ વાંચો - સુરત : ઘરમાં જ ઓર્ગેનિક ખેતી કરી મહિલા બની આત્મનિર્ભર, વર્ષે કરે છે લાખો રૂપિયાનો ફાયદો

    બીજી તરફ મહીનાની શરૂઆતમાં બેંક કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ(DA) વધાર્યું હતું. આ નવું DA ઓગસ્ટ 2021થી લાગૂ થશે અને ઓગસ્ટથી ઓક્ટોબર સુધી લાગૂ રહેશે અને સાથે જ આ નિયમ 11મી બીપીએસ પગાર માળખાનું પાલન કરતા બેંકરોને લાગૂ થશે.

    બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને છેલ્લા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 2.1 ટકા વધારીને 27.79 ટકા કરવામાં આવ્યું છે. 10મા BPS માટે બેંક કર્મચારીઓ અને કામદારોમા DAમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીએ 3 ટકાનો વધારો કરાયો છે. ડીએમાં વૃદ્ધિ ઓગસ્ટથી શરૂ થઇને આગામી 3 મહીના સુધી લાગૂ રહેશે. આ નિર્ણયથી 8 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. ડીએમાં વધારો થતા દર મહીને બેંક કર્મચારીઓને પ્રાપ્ત થતા વેતનમાં સીધો વધારો થશે, કારણ કે તે સીધું બેઝિક પે સાથે જોડાયેલ છે.
    Published by:Ashish Goyal
    First published: