7th pay commission : 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે ખુશખબર! આજે ખાતામાં આવી શકે છે રૂપિયા 2 લાખ

પ્રતિકાત્મક તસવીર

આજે 26 જુનના કેન્દ્રીય કર્મચારીઓના DA અંગે ખુશખબર આવી શકે છે.

  • Share this:
    નવી દિલ્હી : આજે 26મી જુનના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government employee) માટે ખુશખબર આવી શકે છે. આ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાય નેશનલ કાઉન્સિલ ઑફ જેસીએમની કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે આજે બેઠક થશે. આ બેઠકમાં કર્મચારીઓના ડીએ (Dearness allowance) અંગે નિર્ણય કરવામાં આવશે. સરકાર દ્વારા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી લઈને 1 જાન્યુઆરી 2021 સુધીના 3 હપ્તાની ચુકવણી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત જુન 2021ના ડીએની (DA Hike) પણ જાહેરાત થઈ શકે છે. કર્મચારીઓને 18 મહિનાનું એરિયર્સ આપવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે. એરિયર્સ સાથે ડીએની ચુકવણી કરવામાં આવે તો આ 7th pay commission કમિશન અંતર્ગત ચુકવણી કરવામાં આવશે.

    આજે National Council of JCM,ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના અધિકારીઓ અને નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશ. આ બેઠક 8મી મેના રોજ યોજાવાની હતી. જોકે, કોરોના વાયરકસના કારણે આ બેઠક ટાળી દેવામાં આવી હતી. બેઠકની નવી તારીખો અંગે અનેક અટકળો હતી.

    જેસીએમની નેશનલ કાઉન્સિલના શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, લેવલ 1 ના કર્મચારીઓના ડી.એ.ની બાકી રકમ 11,880 રૂપિયાથી લઇને રૂ. 37,554 છે. બીજી બાજુ, લેવલ -13 ના કર્મચારીઓની 7 મી સીપીસી બેઝિક પગાર ધોરણની ગણતરી રૂ. 1,23,100 થી રૂ. 2,15,900 અથવા લેવલ -14 (પે-સ્કેલ) માટે થશે તો કર્મચારીના હાથમાં ડી.એ. બાકીની રકમ 1,44,200 રૂપિયાથી લઈને 2,18,200 રૂપિયા સુધીની ચુકવણી કરવામાં આવશે.

    આ પણ વાંચો : Stock Market Tips : રૂ. 40નો શેર તમને કરાવશે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરવી પડશે ખરીદી?

    ડી.એ.ની ગણતરી વિશે વાત કરીએ તો, જેમનો લઘુત્તમ ગ્રેડ પગાર 1800 રૂપિયા (લેવલ -1 બેઝિક પે સ્કેલ રેન્જ 18000 થી 56900) છે તે રૂ. 4320 [{4000 ની 18000} X 6] ની રાહ જોઈ રહ્યા છે. જ્યારે [56,900ના નો X4] પગાર ધરાવતા લોકો 13,656 રૂપિયાની રાહ જોઈ રહ્યા છે.

    આ પણ વાંચો : ખુશખબરી : કેન્દ્ર સરકાર ઘરબેઠા 2 લાખ રૂપિયા કમાવવાની તક આપી રહી છે, 30 જુન પહેલાં કરવું પડશે આ કામ

    જે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18000 રૂપિયા છે તેમને ડી.એ. એરિયર્સ રૂ. 11,880 (4320 + 3240 + 4320) આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવાની પણ અપેક્ષા છે. જો આવું થશે તો પછી દર મહિને તમારા પગારમાં 2700 રૂપિયા ઉમેરવામાં આવશે.

    આ પણ વાંચો : Stock Market Tips : 50 રૂપિયાના આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે લાખોનો ફાયદો

    અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓના ડીએ લગભગ 18 મહિના પછી વધશે. ગયા વર્ષે દેશભરમાં કોરોના ફેલાવાને કારણે કર્મચારીઓનો ડીએ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020માં ડીએમાં 4 ટકાનો વધારો કરાયો હતો. આ પછી બીજા અર્ધ વાર્ષિક સમયગાળામાં એટલે કે જૂન 2020 માં 3 ટકાનો વધારો થયો. હવે જાન્યુઆરી 2021 માં તેમાં 4 ટકાનો વધારો થયો છે. મતલબ કે કુલ વધીને 28 ટકા થયો છે.
    Published by:Jay Mishra
    First published: