Home /News /business /7th Pay Commission: DA પછી ફિટમેન્ટ ફેક્ટર વધારી શકે છે મોદી સરકાર, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો

7th Pay Commission: DA પછી ફિટમેન્ટ ફેક્ટર વધારી શકે છે મોદી સરકાર, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો

ફિટમેન્ટ ફેક્ટર મુજબ કેન્દ્રીય કર્મચારીઓ માટે હાલનું લઘુત્તમ બેઈઝીક પગાર ધોરણ 18,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણુ છે.

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને જલ્દી જ સરકાર તરફથી મોટા સમાચાર મળી શકે છે. કર્મચારીઓની માંગણીઓને ધ્યાને લઈને ફિટમેન્ટ ફેકટરમાં વધારો કરવામાં આવે તો પગાર ધોરણમાં વધારો થઇ શકે છે.

    7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને જલ્દીથી સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર કર્મચારીઓના યુનિયન દ્વારા ફિટમેંટ ફેક્ટરને ફરી લાગુ કરવાની માગ કરાઈ રહી છે. જો મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો સરકાર ફિટમેંટ ફેક્ટરને વધારી શકે છે. સરકારી કર્મચારીઓ તરફથી ફિટિંગ ફેક્ટર 2.57% થી વધારીને 3.68% કરવાની માગ કરવામાં આવી રહી છે. ફિટમેન્ટ ફેક્ટર બેઈઝીક સેલેરીનું રીવીઝન છે. કેન્દ્ર સરકારના દરેક કર્મચારીઓને આ ફાયદો મળી શકે એમ છે.

    આ પણ વાંચો:Expert Advice: 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

    આ મુજબ છે સેલેરી


    ફિટમેન્ટ ફેક્ટર મુજબ કેન્દ્રીય કર્મચારીઓ માટે હાલનું લઘુત્તમ બેઈઝીક પગાર ધોરણ 18,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણુ છે. કેન્દ્રીય કર્મચારી ઈચ્છે છે કે, તેને વધતિને 3.68 ગણુ કરી દેવામાં આવે. તેમ કરવાથી કેન્દ્રીય કર્મચારીઓનું લઘુતમ વેતન 26,000 થઇ શકે. જો ફિટમેન્ટ ફેકટરને વધારી દેવામાં આવે તો કર્મચારીઓના વેતનમાં ખુબજ સારો વધારો થઇ શકે એમ છે. એક કેન્દ્રીય કર્મચારીનું મૂળ વેતન 18,000 રૂપિયા છે. કુલ વેતન ભથ્થુ દૂર કરી 18000 * 2.57 = 46260 થશે. 26,000 * 3.68 = 95680 રૂપિયા થઇ જશે.

    આ પણ વાંચો: આ બિઝનેસમા થશે અઢળક કમાણી, ટૂંકા સમયમાં કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં

     ભથ્થા સાથે પગાર વધી જશે


    કેન્દ્રીય કર્મચારીઓને કેટલો પગાર આપવામાં આવે છે એના ઉપર ફિટમેન્ટ ફેક્ટરની ઘણી અસર થાય છે. સાતમા પગારપંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને બેઈઝીક વેતન, ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થા આધારિત આપવામાં આવે છે. એને લઈને જ કર્મચારીઓનો પગાર બે કે ત્રણ ગણો વધી શકે એમ છે. સાતમા પગારપંચ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે.


    સરકારે DA વધાર્યું છે


    મોદી સરકારે 1 જુલાઈ 2022 એ કેન્દ્રીય કર્મચારીઓના DA માં વધારો કર્યો હતો. જે પહેલા 34% હતો પરંતુ હવે તે 38% આપવામાં આવે છે. જેનાથી મોંઘવારીથી થોડી રાહત જરૂરથી મળી છે. પરંતુ હવે કર્મચારીઓમાં ફિટમેન્ટ ફેકટરના વધારા માટે ઘણી આશાઓ છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: 7th pay commission, Government employee, India Government

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन