Home /News /business /સરકારે HRA મેળવવાના નિયમોમાં કર્યો બદલાવ, હવે તમને હાઉસ રેન્ટ એલાઉન્સ નહીં મળે?
સરકારે HRA મેળવવાના નિયમોમાં કર્યો બદલાવ, હવે તમને હાઉસ રેન્ટ એલાઉન્સ નહીં મળે?
હાઉસ રેન્ટ એલાઉન્સને લઈને નિયમોમાં મોટા ફેરફાર
7th Pay Commission: નાણા મંત્રાલયે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર સરકારી કર્મચારીઓ અમુક કેસમાં HRA માટે પાત્ર રહેશે નહીં. કેન્દ્રીય કર્મચારીઓને 8 થી 24 ટકા સુધી HRA આપવામાં આવે છે.
નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)ના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે. નવા નિયમો લાગુ થયા બાદ હવે કેટલાક કર્મચારીઓને મકાન ભાડું ભથ્થું મળશે નહીં. જો કોઈ નોકરિયાત વ્યક્તિ ભાડાના મકાનમાં રહે છે, તો તેને મકાન ભાડું ભથ્થું મળે છે. HR પર પણ ટેક્સ મુક્તિ ઉપલબ્ધ છે. હાઉસ રેન્ટ એલાઉન્સ એ પગારનો મહત્વનો ભાગ છે.
નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓના HRA નિયમોમાં ફેરફાર અંગે માહિતી આપી છે. આવી સ્થિતિમાં, જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો તમારે જાણવું જોઈએ કે હવે તમારે HRA મેળવવા માટે કઈ શરતોનું પાલન કરવું પડશે. નવા નિયમો અનુસાર હવે જો કર્મચારી અન્ય સરકારી કર્મચારીને આપવામાં આવેલ સરકારી આવાસ શેર કરે છે તો તેઓ HRA મેળવવા માટે હકદાર નથી.
જો કર્મચારીના માતા-પિતા, પુત્ર કે પુત્રીને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમ અને અર્ધ-સરકારી સંસ્થા જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોર્ટ ટ્રસ્ટ, રાષ્ટ્રીયકૃત બેંક, LIC વગેરે દ્વારા મકાન ફાળવવામાં આવ્યું હોય અને તે તેમાં રહેતો હોય તો પણ હવે હાઉસ રેન્ટ ઉપલબ્ધ રહેશે નહીં.
પતિ કે પત્નીને સરકારી આવાસ મળી ગયું હોય તો... જો સરકારી કર્મચારીના જીવનસાથીને ઉપરોક્ત કોઈપણ એકમો દ્વારા મકાન આપવામાં આવ્યું હોય અને તે મકાનમાં રહેતો હોય અથવા ભાડેથી અલગ રહેતો હોય તો પણ હવે સરકાર તેને ભાડું ચૂકવશે નહીં.
HRA શું છે
HRA અથવા હાઉસ રેન્ટ એલાઉન્સ એ કર્મચારીના પગારનો એક ભાગ છે જે એમ્પ્લોયર દ્વારા ભાડે આપેલા આવાસ માટે થતા ખર્ચ માટે આપવામાં આવે છે. HRA દાવો માત્ર પગારદાર વ્યક્તિ જ કરી શકે છે. જે મકાનમાં નોકરિયાત વ્યક્તિ રહે છે તે મકાન ભાડા પર હોવું જોઈએ. તમને તમારા પોતાના ઘરમાં રહેવાનો લાભ મળતો નથી. HRA ત્યારે જ મળે છે જ્યારે ભાડું પગારના 10% કરતા વધારે હોય.
કોઈપણ સરકારી પગારદાર વ્યક્તિ જે ભાડાના મકાનમાં રહે છે, તેના ઘરના ખર્ચને 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે, X, Y અને Z. 'X' શ્રેણી 50 લાખ અને તેથી વધુની વસ્તી ધરાવતા વિસ્તારો માટે છે. અહીં 7મા પગાર પંચ હેઠળ HRA 24% આપવામાં આવે છે. 'Y' 5 લાખથી 50 લાખ વચ્ચેની વસ્તી ધરાવતા વિસ્તાર માટે છે. અહીં 16 ટકા HRA આપવામાં આવે છે. જ્યાં વસ્તી 5 લાખથી ઓછી છે, તે Z કેટેગરીમાં આવે છે અને 8 ટકા મકાન ભાડા ભથ્થું આપવામાં આવે છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર