નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employee's) અને પેન્શરનર્સને (Pensioners) સરકારે રાહતના સમાચાર આપ્યા છે. સરકાર દ્વારા 1.12 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને રાહત આપવા માટે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતથી 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ કેન્દ્રીય પેન્શનધારકોને ફાયદા થશે. આ જાહેરાતોમાં મોંઘવારી ભથ્થુ (DA), મોંઘવારી રાહત (DR) વગેરે જેવી સુવિધાઓ છે. અગાઉ પણ ડીએ સહિતના મુદ્દાઓને લઈને કેન્દ્રીય કર્મચારીઓને પ્રતિનિધિ મંડળ સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવા ગયું હતું. કોરોનાકાળમાં આ જાહેરાતો અટકી ગયેલી હોવાથી કર્મચારીઓ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી
1. ડીએ અને ડીઆર (DA-DR) : કેન્દ્રીય નાણામંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે જુલાઈથી સાતમા પગારપંચ મુજબ ડીએ અને ડીઆર મળશે પરંતુ સરકાર દ્વારા તેના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમે દાવો કર્યો છે કે સપ્ટેમ્બરના પગારમાં ડીએ અને ડીઆર મળી શકે છે.
2. હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) : સરકાર દ્વારા હાઉસ બિલ્ડિંગ એડવાન્સ એટલે કે એચબીએ અંગે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જુલાઈ 2020માં કેન્દ્ર સરકારએ એચબીએ વ્યાજદરોમાં 7.9 ટકાનો વધારો કર્યો હતો. આ નવા વ્યાજ દરો 31 માર્ચ 2022 સુધી કાર્યરત રહેશે.
3.યાત્રા ભથ્થુ (TA) : નિવૃત્ત થયેલા કર્મચારીઓએ હવે 180 દિવસ સુધીમાં તેમનું ટીએ વિવરણ જમા કરાવવાનું રહેશે. પહેલાં આ મર્યાદા 60 દિવસની હતી હવે નવા નિયમો 15 જૂનથી લાગું થયા છે.
4. ઈ-મેલ, વોટ્સએપ, એસ.એમ.એસ. દ્વારા પેન્શન સ્લિપ : કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનકર્મચારીઓને હવે પેન્શન સ્લિમ માટે બેંકોના ચક્કર કાપવા નહીં પડે. કર્મચારીઓને ઈ-મેલ, વોટ્સએપ, એસ.એમ.એસ દ્વારા પેન્શલ સ્લિપ મળી શકશે
5.પેન્શન અંગે રાહત : સરકારે પારિવારિક પેન્શનનના નિયમ મુજબ હવે મૃત્યુ પ્રમાણપત્ર મળતા જ પેન્શનની શરૂઆત થઈ જશે. ઔપચારિકતા ત્યારબાદ પણ સમાપ્ત કરી શકાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર