નવી દિલ્હી : કેન્દ્ર સરકાર (Central Government)મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત, હાઉસ રેન્ટ, એલાઉન્સમાં વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓને (Central employees)આ સપ્તાહે વધુ એક ભેટ આપવા જઈ રહી છે. સરકારને કોરોના સંકટ (Coronavirus)વચ્ચે અસ્થાયી રીતે દોઢ વર્ષના મોંઘવારી ભથ્થાનું (Dearness allowance)એરિયર કર્મચારીઓને આપવામાં આવ્યા નથી. આવામાં ડિસેમ્બર 2021 દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને થોડી રાહત મળવાની આશા જાગી છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારી કર્મચારીઓને ડબલ બોનસ મળી શકે છે. તમને જણાવી દઈએ કે સરકારે લાખો કર્મચારીઓના ડીએ વધારેને 28 ટકા કરી દીધા છે. સાથે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)પણ વધારવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે આદેશ જાહેર કરીને કહ્યું કે સરકારી કર્મચારીઓના બેસિક વેતનના આધારે હાઉસ રેન્ટ એલાઉન્સ અને ડીએમાં વધારો કરવામાં આવે. નિયમો પ્રમાણે ડીએ 25 ટકાથી વધારે એચઆરએમાં વધારો કરવાનો હોય છે. જેથી કેન્દ્ર સરકારે એચઆરએને વધારીને 27 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. વ્યય વિભાગ તરફથી 7 જુલાઇ 2017ના રોજ જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે ડીએ 25 ટકાથી વધારે થઇ જશે તો એચઆરએ પણ સંશોધિત કરવામાં આવશે. આવામાં 1 જુલાઇ 2021થી મોંઘવારી ભથ્થું વધીને 28 ટકા થઇ ગયું છે તો એચઆરએ પણ વધારવો જરૂરી છે.
કેન્દ્રીય કર્મચારીઓને શહેરના હિસાબે 27 ટકા, 18 ટકા અને 9 ટકા એચઆરએ આપવામાં આવી રહ્યું છે. આ વધારો પણ ડીએની સાથે 1 જુલાઇ 2021થી લાગુ કરી દેવામાં આવ્યો છે. હાઉસ રેન્ટ એલાઉન્સની કેટેગરી X, Y અને Z ક્લાસ શહેરોના હિસાબથી છે. આસાન શબ્દોમાં સમજો તો X કેટેગરીના કેન્દ્રીય કર્મચારીઓને હવે 5400 રૂપિયા વધારે પ્રતિ મહિના એચઆરએ મળશે. આ પછી Y Class વાળા કર્મચારીઓને 3600 રૂપિયા મહિના અને Z Class કર્મચારીઓને 1800 રૂપિયા મહિના વધારે હાઉસ રેન્ટ એલાઉન્સ મળશે.
વધેલા પગારનું સમજો ગણિત
સાતમાં વેતન આયોગ પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ન્યૂનતમ મૂલ્ય વેતન 18,000 રૂપિયા છે. હાલ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની બેસિક સેલેરી 15000 રૂપિયાથી શરુ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 18000 રૂપિયા મૂળ સેલેરી પર 3060 રૂપિયા મોંઘવારી ભથ્થા જૂન 2021 સુધી 17 ટકાના દરે મળી રહ્યા હતા. જુલાઇ 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને 28 ટકા ડીએના હિસાબે મહિને 5040 રૂપિયા મળશે. આ આધાર પર કેન્દ્રીય કર્મચારીઓના મહિનાના પગારમાં 1980 રૂપિયાનો વધારો થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર