નવી દિલ્હી. કેન્દ્ર સરકાર (Central Government) કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance- DA) અને મોંઘવારી રાહત (DR)ને જુલાઈ મહિનાની શરૂઆતમાં જ વધારવાની જાહેરાત કરી દીધી હતી. આ ઉપરાંત સરકારે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA)ને પણ વધારી દીધું છે. તે પહેલી જુલાઈથી લાગુ થશે એટલે કે જુલાઈ 2021થી કેન્દ્રીય કર્મચારીઓને ડલબ ફાયદો મળી શકે છે. આ પગલાથી કેન્દ્ર સરકારના લગભગ 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનધારકોને લાભ થશે. કેન્દ્ર સરકારને અનુસરતા હવે બીજા રાજ્યોએ પણ મોંઘવારી ભથ્થાને વધારી દીધું છે.
જાણો, કેટલું મળશે DA?
આપની સેલરી કેટલી વધશે તે જાણવા માટે આપને પોતાની બેઝિક સેલરી ચેક કરવી પડશે. સાથોસાથ પોતાના હાલના DAની તપાસ કરો. હાલ તે 17 ટકા છે જે DAના વધારા બાદ 28 ટકા સુધી સજશે. તેથી માસિક DA 11 ટકા વધી જશે. તેથી, કેન્દ્ર સરકારના કર્મચારીનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2021થી તેના મૂળ પગારના 11 ટકા સુધી વધી જશે.
1. ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે પણ મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 16 લાખ સરકારી કર્મચારીઓ અને 12 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. સરકરી કર્મચારીઓને 28 ટકાના દરથી મોંઘવારી ભથ્થું ટૂંક સમયમાં મળી શકે છે.
2. જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે. વધેલું મોંઘવારી ભથ્થું પહેલી જુલાઈથી લાગુ થશે.
3. ઝારખંડ ઝારખંડની સરકારે પણ DA 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું હતું. આ પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે DA વધારવાની જાહેરાત કરી હતી. 4. કર્ણાટક કર્ણાટક સરકારે (Karnataka government) પણ મોંઘવારી ભથ્થાની વધારાનો હપ્તો જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાને જાન્યુઆરી 2020થી જૂન 2021ની અવધિ માટે 11.25 ટકાથી સંશોધિત કરીને 21.5 ટકા કરી દીધું છે. આ પણ વાંચો, Alert: જો તમે પણ વેચી રહ્યા છો જૂના સિક્કા કે નોટ તો થઈ જાઓ સાવધાન, RBIએ જાહેર કરી જરૂરી સૂચના
5. રાજસ્થાન રાજસ્થાન સરકારે (Rajasthan Government) પણ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું DA 17 ટકાથી વધારીને 28 ટકા કરવાને મંજૂરી આપી દીધી હતી. 6. હરિયાણા હરિયાણાએ પણ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. હરિયાણના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે હાલમાં જ રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કરવાની જાહેરાત કરી છે. તેમાં 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021ને ફ્રીઝ ડીએનો વધારો પણ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર