નવી દિલ્હી : વિધાનસભાની ચૂંટણી (Assembly Elections 2022) પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને (Government employees)ભેટ મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં વધારાની આશા કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોદી સરકાર (Modi government)ફિટમેન્ટ ફેક્ટરને વધારવા પર વિચાર કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક સેલેરી (Minimum Wages) 18 હજાર રૂપિયાથી વધારીને 26 હજાર રૂપિયા થઇ શકે છે.
વધારમાં આવી શકે છે ફિટમેન્ટ ફેક્ટર, વધશે સેલેરી
જાણકારી પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) વધારવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓની સેલેરી વધારવા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ થાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કર્મચારી સંગઠન આ મામલામાં સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે જે પછી સંભાવના છે કે ન્યૂનતમ સેલેરીમાં મોટા વધારો કરવામાં આવી શકે છે.
જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરને વધારશે તો કર્મચારીઓની ન્યૂનતમ વેલ્યૂ વેતન એટલે બેઝિક સેલેરી વધીને 26,000 થઇ શકે છે. જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળી જશે તો બજેટ પહેલા આ લાગુ પણ કરી દેવામાં આવશે.
લાંબા સમયથી થઇ રહી છે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગણી
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓની લાંબા સમયથી માંગણી છે કે તેમના ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરી દેવામાં આવે. બતાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને લઇને સરકાર વિચાર કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને કેન્દ્રીય કેબિનેટમાંથી મંજૂરી મળી શકે છે. કેબિનેટના અપ્રુવલ પછી તેને એક્સપેંડિચરમાં સામેલ કરવામાં આવી શકે છે.
જો બેઝિક પે 18000 રુપિયાથી વધારીને 26,000 રૂપિયા થઇ જાય તો મોંઘવારી ભથ્થું પણ વધી જશે. મોંઘવારી ભથ્થું બેઝિક વેતનના 31 ટકા બરાબર છે. DA નું કેલકુલેશન ડીએના દર બેઝિક પે થી ગુણા કરીને કાઢી શકાય છે. એટલે કે વેતન વધવાથી મોંઘવારી ભથ્થા પણ વધી જશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર