નવી દિલ્હી. કેન્દ્રીય કર્મચારીઓને (Central Government Employees) ખૂબ જ ટૂંક સમયમાં ખુશખબરી મળી શકે છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓને કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના કારણે નાણાકીય પડકારોનો સામનો કરવામાં મદદ મળી શકે છે. મૂળે, મહામારીના કારણે કેન્દ્ર સરકાર (Central Government)એ આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance)માં કાપ મૂકી દીધો હતો. પરંતુ હવે આશા રાખવામાં આવી રહી છે કે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીની અવધિ માટે મોંઘવારી ભથ્થું એટલે કે DAમાં વધારો કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ મુજબ, ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને વધેલો પગાર મળશે. સાથોસાથ પેન્શનર્સ (Pensioners)ને પણ સરકાર DA પર રાહત આપી શકે છે.
કોરોના મહામારીને જોતાં સરકારે ગયા વર્ષે મહત્વ્ેનો નિર્ણય લેતા DAના જૂના દર (17 ટકા)ને જૂન 2021 સુધી લાગુ કરવાની જાહેરાત કરી હતી. જુલાઈથી ડિસેમ્બર 2020 માટે વધારાનું ચાર ટકા મોંઘવારી ભથ્થું હજુ સુધી તેમના માસિક પગારમાં જોડવામાં આવ્યું નથી.
આ જ કારણ છે કે હાલના DA દર 21 ટકા છે પરંતુ ચાર ટકા ઓછું ભથ્થું મળી રહ્યું છે. એવામાં કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે સરકાર હોળીની આસપાસ તેમને ગિફ્ટ આપી શકે છે. સરકારની આ ઘોષણાથી 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરોને ફાયદો થશે.
ACPIના આંકડાઓ મુજબ, નરેન્દ્ર મોદી સરકાર જાન્યુઆરીથી જૂન 2021ની અવધિ માટે ચાર ટકા મોંઘવારી ભથ્થાની ઘોષણા કરી શકે છે. જેનો અર્થ એ છે કે DA લાગુ થયા બાદ તેમનું DA મૂળ માસિક પગાર (17+4+4) એટલે કે કુલ 25 ટકા સુધી પહોંચી શકે છે. સાતમા પગાર પંચ મુજબ, DAની ઘોષણા થતાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રવાસ ભથ્થું (Travel Allowance- TA) આપોઆપ વધી જશે. એવામાં DAની ઘોષણા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો માસિક પગાર અનેકગણો વધી જશે. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો આ ખુશખબરીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર