7th Pay Commission: જુલાઇ 2021માં વધશે મોંઘવારી ભથ્થું! પીએમ નરેન્દ્ર મોદી આપી શકે છે DA વધારવાની મંજૂરી

કેન્દ્ર લાખો કર્મચારીઓને (Government Employees)જુલાઈ 2021માં મોટી ખુશખબરી આપી શકે છે

કેન્દ્ર લાખો કર્મચારીઓને (Government Employees)જુલાઈ 2021માં મોટી ખુશખબરી આપી શકે છે

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્ર લાખો કર્મચારીઓને (Government Employees)જુલાઈ 2021માં મોટી ખુશખબરી આપી શકે છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance Hike)જુલાઇ મહિનામાં 3 ટકાની વૃદ્ધિ કરવામાં આવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મચારીઓને જુલાઈ મહિનાની સેલેરી ડીએના વધારા સાથે મળશે. માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)જલ્દી વધારેલા ડીએને મંજૂરી આપી શકે છે. જાન્યુઆરી 2021થી મે 2021નો ઓલ ઇન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઇસ ઇંડેક્સ (AICPI)આવવાનો છે. આશા કરવામાં આવી રહી છે કે કેન્દ્ર આ ડેટાને ધ્યાનમાં રાખીને ડીએમાં 3 ટકાનો વધારો જુલાઇ 2021ના પગારમાં જ કરી શકે છે.

    સપ્ટેમ્બરમાં મળશે 31 ટકા મોંઘવારી ભથ્થું

    કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020 માટે મોંઘવારી ભથ્થું 4 ટકા વધાર્યું હતું. પછી આ વર્ષે 3 ટકા વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ જાન્યુઆરી 2021માં ડીએને 4 ટકા વધારવામાં આવ્યું હતું. જોકે કર્મચારીઓને ડીએ જૂના 17 ટકાના દરે જ મળી રહ્યું હતું. કોરોના સંકટના કારણે વધારેલા ડીએને રોકી દેવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે સરકાર જૂન 2021 માટે ડીએની જાહેરાત જુલાઇમાં કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બર 2021ની સેલેરીમાં 31 ટકા ડીએ મળી શકે છે.

    આ પણ વાંચો - અલકાયદા આંતકીઓ પાસે મળ્યા કાશી, મથુરાના નકશા, 3000 રૂપિયામાં તૈયાર કર્યા પ્રેશર કુકર બોમ્બ: ATS સૂત્ર

    ડીએ અને ડીઆર પર કેન્દ્રએ લગાવી હતી રોક

    નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કંસલ્ટેટિવ મશીનરી (JCM)કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંસ્થા છે. કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રણ ભાગમાં મળવાના હજુ બાકી છે. કોરોના સંકટના કારણે સરકારે ડીએ ફ્રીજ કરી દીધા હતા. વિત્ત મંત્રાલયે જૂન 2021 સુધી 50 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને 61 લાખ પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં વૃદ્ધિ પર રોક લગાવવા સહમતી વ્યક્ત કરી હતી.
    Published by:Ashish Goyal
    First published: