Home /News /business /7th Pay Commission: જુન 2021 માટે સરકારી કર્મચારીના DAમાં થઈ શકે છે આટલા ટકાનો વધારો, જાણો વિગતો
7th Pay Commission: જુન 2021 માટે સરકારી કર્મચારીના DAમાં થઈ શકે છે આટલા ટકાનો વધારો, જાણો વિગતો
દિવાળી પહેલા વ્યાજ જમા થવાની સંભાવના (પ્રતીકાત્મક તસવીર)
DA Hike : કેન્દ્ર સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે. હાલ આ મળવું મુશ્કેલ છે. જોકે, આ બધાની વચ્ચે કેબિનેટ સચિવ સાથે કર્મચારીઓની મુલાકાત થઈ છે.
નવી દિલ્હી : મોંઘવારી ભથ્થુ, મોંઘવારી રાહત (DA & DR Hike) અને ઘર ભાડાનું ભથ્થુ (HRA Hike)માં એક જુલાઈથી વધારો લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓને ફરી સારા સમાચાર સમળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને આ વધારામાં જુન 2021નું પણ મોંઘવારી ભથ્થુ મળી શકે છે. સરકાર આ અંગે ટૂંક સમયમાં આયોજન કરી શકે છે અથવા જાહેરાત કરી શકે છે. અગાઉ જે જાહેરાત થઈ તેમાં આ વધારો જુલાઈ 2021થી લાગુ થવાનો છે પરંતુ નવા અહેવાલો મુજબ સરકાર જુન 2021 અંગે પણ નિર્ણય કરી શકે છે.
જુન 2021ના ડીએમાં 3 ટકાના વધારાની આશા
જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થુ 2021 ટકા વધારો જાહેર કર્યા બદા હવ સરકાર જુન 2021ના મોંઘવારી ભથ્થામાં 3 ટકા જેટલો વધારો જાહેર કરી શકે છે. ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇડ ઇન્ડેક્સ (AICPI)ના આંકડાઓથી એ સ્પષ્ટ થાય છે કે મોંઘવારી ભથ્થામાં ફરી 3 ટકાનો વધારો થઈ શકે છે. હાલમાં રોજગાર મંત્રાલય દ્વારા એઆઈસીપીઆઈના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
આ આંકડામાં જુનનો આંકડો 121.7 રહ્યો છે જ્યારે જુન 2021ના ઇન્ડેક્સનમાં 1.1 અંકનો વધારો થયો છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે જુનમાં 3 ટકા મોંઘવારી ભથ્થુ વધી શકે છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા માટે એઆઈસીપીઆઈના આંકડાો 130 અંક હોવો અનિવાર્ય છે જ્યારે વર્તમાનમાં આ અંક 121.7 પર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રના કર્મચારીના ડીએ, ડીઆર અને એચઆરમાં વૃદ્ધી સાથે હવે ડીએ એરિયરની રાહ જોવામાં આવી રહી છે પરંતુ હાલની સ્થિતિને જોતા એરિરય મળવું મુશ્કેલ જણાઈ રહ્યુ છે. કેબિનેટ સચિવ સાથે 26-28 જુનના રોજ થયેલી બેઠકમાં આ અંગે કોઈ પરિણામ સામે આવ્યું નથી. આ સાથે રાજ્ય મંત્રી આરકે નિગમે જણાવ્યું હતું કે આ અંગેની માંગ છે. જોકે, કોરોના મહામારીના કારણે અનેક આર્થિક મોરચે લડી રહેલી સરકાર માટે આ અંગે નિર્ણય કરવો મુશ્કેલ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર