સાતમું પગાર પંચ: 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓનું DA 28 ટકા સુધી વધી જશે, જાણો કેટલો વધશે પગાર?

સાતમું પગાર પંચ: 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓનું DA 28 ટકા સુધી વધી જશે, જાણો કેટલો વધશે પગાર?
આ નિર્ણયના કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે

આ નિર્ણયના કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર સાંપડી રહ્યા છે. કેન્દ્ર સરકારે 52 લાખ કર્મચારીઓ માટે DA મંજૂર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયના કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ 1 જુલાઈ 2021થી કેન્દ્રીય કર્મચારીઓના DA લાભ મંજૂર થઈ જશે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા મુજબ 2021ના જાન્યુઆરીથી લઈ જૂન સુધીમાં DAમાં ઓછામાં ઓછો ચાર ટકાનો વધારો કરી શકાય છે.

કેન્દ્ર સરકારના નિર્ણયના કારણે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 17 ટકાથી વધીને 28 ટકા સુધી થઈ શકે છે. જેમાં 2020ના જાન્યુઆરીથી જૂન સુધીના ડીએમાં 3 ટકાનો વધારો, જુલાઈથી ડિસેમ્બર સુધીના ડીએમાં 4 ટકાનો અને 2021ના જાન્યુઆરીથી જૂન સુધીમાં 4 ટકાનો વધારો સામેલ છે.આ પણ વાંચો - રૂ. 809માં મળતો LPG ગેસ સિલિન્ડર માત્ર રૂ. 9માં! 30 એપ્રિલ સુધીમાં મેળવો આ ખાસ ઓફરનો લાભ

પગાર કેટલો વધશે?

કેન્દ્રએ 1 એપ્રિલ 2021થી તમામ ત્રણેય વધારેલા DA આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકારે DA પર રોક લગાવી દીધી હતી. DA વધવાની સાથોસાથ ડીઆરમાં પણ વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓના ડીઆર પણ મંજૂર થઈ જશે.

પીએફ અને ગ્રેચ્યુટીમાં થશે ફેરફાર

DAમાં વધારો થવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના માસિક પીએફ ગ્રેચ્યુટી ઉપર પણ અસર થશે. સીજીએસના પીએફ અને ગ્રેચ્યુટીની ગણતરી મૂળ પગાર સાથે ડીએ જોડીને થાય છે. 1 જુલાઈ 2021થી ડીએમાં વધારો થશે. જેથી કર્મચારીઓના માસિક પીએફ અને ગ્રેચ્યુટી ઉપર પણ અસર જોવા મળશે. એકંદરે પીએફ અને ગ્રેચ્યુટી જેવા રિટાયરમેન્ટ ઓરીએન્ટેડ ફંડમાં વધુ પૈસા એકઠા થશે.
Published by:News18 Gujarati
First published:April 20, 2021, 17:37 pm

ટૉપ ન્યૂઝ