નવી દિલ્હી. કેન્દ્રીય કર્મચારીઓના 7મા પગાર પંચ (7th Pay Commission) અંતર્ગત મોંઘવારી ભથ્થા (Dearness Allowance) પર જાન્યુઆરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, કર્મચારીઓએ તેની માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. કેન્દ્ર સરકાર (Central Government) જૂન મહિનામાં DAમાં વધારાની જાહેરાત કરી શકે છે. નેશનલ કાઉન્સિલ-JCM-સ્ટાફ સાઈડે આ અંગે જાણકારી આપી છે. ત્યારે DAના વધારા બાદ કર્મચારીઓના પગારમાં ઓછામાં ઓછા 4 ટકાનો વધારો થશે.
JCM-સ્ટાફના સાઇડ સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર જૂનમાં DAમાં વધારાની જાહેરાત કરી શકે છે. જેને લઈને બેઝિક સેલરીમાં ઓછામાં ઓછા 4 ટકાનો વધારો થશે. કર્મચારીઓના DAA વધારા અંગે નાણા મંત્રાલયના ખર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના અધિકારીઓ સાથે રાષ્ટ્રીય પરિષદ સતત વાતચીત કરી રહ્યું છે.
વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે DAના વધારામાં મોડું થયું છે. પ્રથમ મોમઘવારી ભથ્થામાં વધારો એપ્રિલ મહિના સુધીમાં થવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે જૂન મહિના સુધીમાં DAમાં વધારો થઇ શકે છે.
1 જુલાઈથી શરુ થશે અટવાયેલું DA
શિવા ગોપાલ મિશ્રાનું કહેવું છે કે આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓના 7મા CPC પે મેટ્રિક્સ પર કોઈ અસર નહીં થાય. કારણ કે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેંશનર્સના DA, DRને જૂન 2021 સુધી ફ્રીઝ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2021માં નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, DA અને DR વધારાને જુલાઈ મહિનામાં ફરીથી શરુ કરી દેવામાં આવશે. જેથી 1 જાન્યુઆરી 2021ના રોજ DAમાં વધારાની જાહેરાત થશે, તો પણ તે 1 જુલાઈ 2021થી જ શરુ કરાશે.
શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે, DAમાં વધારાની ગણતરી કરીએ તો, જુલાઈથી ડિસેમ્બર 2020 માટે સરેરાશ મોંઘવારી લગભગ 3.5% રહી છે. આ હિસાબે DAમાં લગભગ 4 ટકા જેટલો વધારો થઇ શકે છે. કેટલા હપ્તા બાકી છે?
શિવા ગોપાલ મિશ્રણ જણાવ્યા અનુસાર, પેન્ડિંગ હપ્તા અંગે અધિકારીઓ સાથે સતત વાત થઇ રહી છે. આ અંગે જલ્દી જ સમાધાન આવી જશે. અમે સરકારને પ્રસ્તાવ આપ્યો છે કે, જો તેઓ કર્મચારીઓનું બાકી DAના ત્રણ હપ્તા એકસાથે ન આપી શકે તો તેઓ એક કરતા વધુ હપ્તામાં પણ તે ચૂકવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર