કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 1લી એપ્રિલથી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થવા જઈ રહ્યો છે. નવા નાણાંકીય વર્ષ એટલેકે 1લી એપ્રિલ, 2021થી દેશભરમાં નવો વેતન કોડ(New Wage Code) લાગુ થશે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ટૂંક સમયમાં જ સાતમા પગારપંચ(7th Pay commission)નો લાભ મળવા જઈ રહ્યો છે, જેથી કર્મચારીઓના સેલરી સ્ટ્રકચરમાં ફેરફાર થશે તેથી પગાર વધારો સંભવ છે.
શું ફેરફાર થશે?
નવો કોડ લાગુ થતા કર્મચારીઓની ટેક હોમ સેલરી વધશે. નવા નિયમ અનુસાર તમારી બેઝિક સેલરી ટેકહોમ સેલરીના 50% હોવી જોઈએ. આ સાથે પીએફ યોગદાનમાં વધારો પણ થશે તેથી તમારી કુલ સેલરીમાં વધારો થવો સંભવિત છે.
વર્ષ 2014માં કરવામાં આવેલ સૂચનોનો સ્વીકાર થયો છે, પરંતુ હજી સુધી લાગુ નથી કરવામાં આવ્યા. જો આ નવા સૂચનો લાગુ થશે તો 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓ અને 58 લાખ પેન્શન ધારકો એટલે કે અંદાજે 1.08 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.
સાતમા પગારપંચના સૂચનોમાં શરૂઆતી કર્મચારીઓની ન્યૂનતમ સેલરી 7000 રૂપિયાથી વધારીને 18,000 કરી છે. આ સિવાય ક્લાસ 1 ઓફિસરોની સેલરી પણ 56,100 ન્યૂનતમ નક્કી કરી છે. પંચે પગાર, ભથ્થા અને પેન્શનમાં 23.55%ના વધારાની સલાહ પણ કેન્દ્રને આપી હતી.
નવો પે-મેટ્રિક તૈયાર
સાતમા પગાર પંચે નવો પે મેટ્રિક્સ(Pay Matrix) જાહેર કર્યો છે. પે મેટ્રિકસથી સરકારી કર્મચારીઓ નોકરીની શરૂઆતના તબક્કામાં જ તેમને જીવનકાળ મળનારા વધારા અંગે જાણકારી મેળવી શકશે.
નવા Wage Code સિવાય સરકારે બાકીના મોંઘવારી ભથ્થા(DA) અને મોંઘવારી રાહત(DR)ના કોરોનાને કારણે મુલતવી રાખેલ ત્રણ હપ્તા પણ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રાલયે(Finance Ministry) મંગળવારે કર્મચારીઓને ખુશીના સમાચાર આપતા કહ્યું હતું કે કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનધારકોને મહામારીના સમયમાં અટકાવેલ ત્રણ હપ્તા 1 જુલાઈ, 2021થી લાગુ થતા નવા દર પ્રમાણે ચૂકવવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર