નવી દિલ્હી: મોદી સરકાર (Modi Government) તરફથી ડીએ એરિયર્સ (DA Arrears) અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. કેન્દ્રીય કર્મચારી લાંબા સમયથી ડીએ એરિયરનો ઇન્તેઝાર કરી રહ્યાં છે. જો મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, સરકાર કર્મચારીઓને ડીએ (Dearness Allowance)નું વનટાઇમ સેટલમેન્ટ કરશે એટલે કે કેન્દ્રીય કર્મચારીઓનાં અકાઉન્ટમાં આશરે 18 મહિનાનું એરિયર્સ (18 Months DA Arrear) એક સાથે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જોકે, તેનાં પર સરકાર તરફથી હજુ સુધી કોઇ મોટું નિવેદન આવ્યં નથી તેનાં પર વિચાર-વિમર્શ ચાલુ છે.
નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમનાં સચિવ (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રા મુજબ, કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT) અને નાણાં મંત્રાલય, વ્યય વિભાગનાં અધિકારીઓની સાથે જેસીએમની જોઇન્ટ મીટિંગ જલ્દી જ થશે.
એવી આશા છે કે, મીટિંગમાં કર્મચારીઓનાં અટકેલાં ડીએ એરિયર્સ પર ચર્ચા થશે. ચૂંટણી દરમિયાન સરકાર ડીએ એરિયર અંગે કોઇ મોટું અપડેટ આપી શકે છે.
બેંક ખાતામાં 2 લાખ રૂપિયા આવશે
જો 18 મહિનાનું પેન્ડિંગ ડીએ ચૂકવવામાં આવે તો ઘણા સરકારી કર્મચારીઓના ખાતામાં 2 લાખ રૂપિયાથી વધુ રકમ આવી શકે છે. લેવલ-1ના કર્મચારીઓનું ડીએનું એરિયર્સ રૂ. 11,880 થી રૂ. 37,000ની વચ્ચે હશે. તે જ સમયે, લેવલ-13 કર્મચારીઓને ડીએ એરિયર્સ તરીકે રૂ. 1,44,200 થી રૂ. 2,18,200 મળશે. ડીએ સરકારી કર્મચારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે. તે કર્મચારીઓને તેમના જીવન ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર