7th Pay Commission Latest Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે ફેબ્રુઆરી મહિનો ગૂડ ન્યૂઝ લઇને આવવાનો છે. જાન્યુઆરી મહિનામાં ડીએ (DA) વધવાથી 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શન ભોગીઓનાં પગારમાં વધારો થશે. વેતનમાં વૃદ્ધિ 90,000 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.7th Pay Commission Latest Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે ફેબ્રુઆરી મહિનો ગૂડ ન્યૂઝ લઇને આવવાનો છે. જાન્યુઆરી મહિનામાં ડીએ (DA) વધવાથી 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શન ભોગીઓનાં પગારમાં વધારો થશે. વેતનમાં વૃદ્ધિ 90,000 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.
એક રિપોર્ટ અનુસાર, ડીએ વધવાની જાહેરાત માર્ચનાં અંત સુધીમાં થઇ શકે છે. જાન્યુઆરી 2022માં DAમાં 3%ની વૃદ્ધિ કરવામાં આવી. જેનાંથી કર્મચારીઓને મળનારું DA 31%થી વધીને 34% થઇ ગયું. AICPIએ ડિસેમ્બર 2021 સુધીનાં આંકડા મજુબ, DA 34.04% થઇ ગયું છે. ભથ્થામાં 3%નાં વધારા સાથે 18,000 રૂપિયાનાં મૂળ વેતન પર ડીએ વાર્ષિક 73,440 રૂપિયા થશે.
અહીં જાણો કેવી રીતે કરી ગણતરી
કર્મચારીનો બેઝિક પગાર જો 18000 રૂપિયા છે. તો નવાં ડીએ (34%) રૂ. 6,120 રૂપિયા માસિક થાય છે.
અત્યાર સુધી આ ડીએ (31%) એટલે કે, 5580=540 રૂપિયા માસિક થતું હતું. કેટલું વધ્યું મોંઘવારી ભત્થુ 6120-5580= રૂ 540 પ્રતિ માસ વાર્ષિક વેતન 1080X12 = રૂ. 12,960 કુલ ડીએ 12240X12 = રૂ. 1,46,880 કર્મચારીનું કુલ વેતન- રૂ. 56,960 નવું ડીએ (34%) - 19346 પ્રતિ મહિના અત્યાર સુધીનું ડીએ (31%) રૂ 17639 માસ કેટલું વધ્યું મોંઘવારી ભથ્થુ- 19346-17639= રૂ. 1707 રૂપિયા/માસ વાર્ષિક વેતનમાં વૃદ્ધિ 1,707 X12 = રૂ. 20,484 કુલ ડીએ – 19346X12 = रु 232,152
આ વર્ષે ખાસ સેક્ટરની કંપનીઓમાં પગારમાં પણ થઇ શકે છે વધારો
ગત નાણાકીય વર્ષમાં કંપનીઓનું પહેલું લક્ષ્ય એ હતું કે તેમને છટણી કરવી ન પડે તેથી ઘણી કંપનીઓએ પગાર વધારવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. જોકે, આ વખતે કંપનીઓ માત્ર સેલેરીમાં જ વધારો નથી કરી રહી, પરંતુ ટેલેન્ટેડ કર્મચારીઓને પોતાને ત્યાં જ રાખવા માટે જંગી બોનસ અને અન્ય સુવિધાઓ પણ આપી રહી છે.
ટેક કંપનીઓમાં 10.5 ટકા વધવાની આશા છે. આ પછી, લાઈફ સાયન્સમાં 9.5% તેમજ સર્વિસ, ઓટો અને કેમિકલ કંપનીઓમાં 9% પગાર વધારો થઈ શકે છે. આ દરમિયાન સર્વેમાં સામેલ 786 કંપનીઓમાંથી 60 ટકા કંપનીઓ કર્મચારીઓને વાઇ-ફાઇ કવરેજ ભથ્થું આપી રહી છે. આ સાથે જ આ સર્વેમાં સામેલ માત્ર 10 ટકા કંપનીઓ જ ટ્રાવેલ એલાઉન્સ ઘટાડવા કે રદ કરવાની તૈયારી કરી રહી હોવાનું પણ જાણવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર