Home /News /business /7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં મોદી કરી દેશે ખુશ, મોંઘવારી ભથ્થાને લઈને આવ્યા મોટા સમાચાર
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં મોદી કરી દેશે ખુશ, મોંઘવારી ભથ્થાને લઈને આવ્યા મોટા સમાચાર
પીએમ મોદી (ફાઈલ તસવીર)
જાણકારોનું માનીએ તો, નવા વર્ષમાં ફિટમેન્ટ ફેક્ટરની પણ ચર્ચા થઈ શકે છે. તેના કારણે તે સરકાર કર્મચારીઓની સેલરી હાઈક માટે અલગ પ્રોગ્રામ બનાવાની તૈયારીમાં છે. તેના માટે સરકાર વર્ષ 2024 પહેલા આ પ્રોગ્રામનો ડ્રાફ્ટ તૈયાર કરી લેશે, તેવી આશા છે.
નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા વર્ષ પહેલા સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2023ની શરુઆતમાં જ નવા મોંઘવારી ભથ્થા મળી શકે છે. જાન્યુઆરી 2023માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધી જશે.
ડીએમમાં આ વખતે 4 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. જેનાથી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 42 ટકા સુધી પહોંચી જશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકાના દરથી ચુકવણી થઈ રહી છે જો કે, મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચમાં થવાની છે. માર્ચના પ્રથમ અઠવાડીયામાં થનારી કેબિનેટ બેઠકમાં જાહેરાત થઈ શકે છે.
વર્ષ 2023નું પ્રથમ ડીએ વધારે માર્ચમાં થશે. કર્મચારીઓન આ ગિફ્ટ હોળીની પહેલા મળી શકશે. સૂત્રોનું માનીએ તો, 1 માર્ચ 2023માં થનારી કેબિનેટ બેઠકમાં તેની જાણકારી મળી શકે છે. આવું એટલા માટે કહી શકાય કે, માર્ચ મહિનામાં 1 તારીખથી બુધવાર છે અને આગામી બુધવાર 4 માર્ચ છે. પણ 8 માર્ચે હોળી છે, તો આશા છે કે, સરકાર હોળી પહેલા કર્મચારીઓને ગિફ્ટ આપે. અત્યાર સુધીમાં આવેલા ઈંડસ્ટ્રિયલ મોંઘવારીના આંકડામાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાનો સંકેત આપી રહ્યા છે. જો આવું થશે તો, કર્મચારીઓને મળતા ડીએ વધીને 42 ટકા થઈ જશે.
જાણકારોનું માનીએ તો, નવા વર્ષમાં ફિટમેન્ટ ફેક્ટરની પણ ચર્ચા થઈ શકે છે. તેના કારણે તે સરકાર કર્મચારીઓની સેલરી હાઈક માટે અલગ પ્રોગ્રામ બનાવાની તૈયારીમાં છે. તેના માટે સરકાર વર્ષ 2024 પહેલા આ પ્રોગ્રામનો ડ્રાફ્ટ તૈયાર કરી લેશે, તેવી આશા છે.
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપવાનું પ્લાનિંગ કરી રહી છે. તેમાં ફિટમેન્ટ ફેક્ટરના રિવિઝન પર પણ વાત બની શકે છે. જો કે, ફિટમેન્ટનું રિવિઝન વેતન આયોગના ગઠન બાદ થાય છે. પણ સરકારની ઈચ્છા છે કે, વેતન આયોગની જગ્યાએ કોઈ બીજી રીતે પૈસા વધારવામાં આવે. તેના માટે ફિટમેન્ટને વધારીને ઓટોમેટિક પે રિવીઝનની ફોર્મ્યુલા નવી રીતે બનાવી શકે છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર