Money: મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18 હજાર રૂપિયાને બદલે 26 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે.
મોંઘવારી ભથ્થા (DA), મોંઘવારી રાહત (DR) અને મકાન ભાડું ભથ્થા (HRA)માં વધારો કર્યા પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર લાવી રહી છે. વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને વિધાનસભા ચૂંટણી પહેલા ભેટ મળી શકે છે. આ ભેટ પગાર વધારા સાથે આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થવાની આશા દેખાઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18 હજાર રૂપિયાને બદલે 26 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે.
ફિટમેન્ટ ફેક્ટરમાં થઇ શકે છે વધારો
મળતી માહિતી મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં (Fitment Factor) વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારવા માટે માત્ર ફિટમેન્ટ ફેક્ટરનો જ ઉપયોગ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્મચારી સંગઠનો આ મામલે સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે, ત્યારબાદ લઘુત્તમ પગારમાં મોટો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.
જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારશે તો કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલેરી એટલે કે બેઝિક સેલેરી વધીને 26,000 થઈ શકે છે. જો બજેટ પહેલાં જ કેબિનેટની મંજુરી મળી જાય તો બની શકે કે, બજેટ પહેલા જ આ બાબતનો અમલ કરવામાં આવી શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માગ
કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓની લાંબા સમયથી માગ હતી, કે તેમના ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવામાં આવે. કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર પર સરકાર વિચાર કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને કેન્દ્રીય કેબિનેટ પાસેથી મંજૂરી મળી શકે છે. કેબિનેટની મંજૂરી બાદ આને એક્સપેન્ડિંચરમાં શામેલ કરવામાં આવી શકે છે.
વધી જશે ભથ્થા
જો કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા કરવામાં આવે, તો મોંઘવારી ભથ્થું પણ આપોઆપ વધી જાય. મોંઘવારી ભથ્થું મૂળભૂત પગારના 31 % જેટલું છે. મોંઘવારી ભથ્થું (DA) ની ગણતરી DA ના દરને ગુણાકાર કરીને કરવામાં આવે છે. એટલે કે મૂળ પગારમાં વધારાને કારણે મોંઘવારી ભથ્થું આપોઆપ વધી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર