નવરાત્રી પર આ લોકોને મળી શકે છે મોટી ગિફ્ટ, 5000 રૂપિયા વધી શકે છે સેલરી

ડિયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થુ. જે દેશના સરકારી કર્મચારીઓને રહેવા-ખાવાના સ્તરને સારૂ બનાવવા માટે આપવામાં આવે છે

News18 Gujarati
Updated: September 5, 2019, 3:35 PM IST
નવરાત્રી પર આ લોકોને મળી શકે છે મોટી ગિફ્ટ, 5000 રૂપિયા વધી શકે છે સેલરી
નવરાત્રી પર આ લોકોને મળી શકે છે મોટી ગિફ્ટ, 5000 રૂપિયા વધી શકે છે સેલરી
News18 Gujarati
Updated: September 5, 2019, 3:35 PM IST
દેશની નવરત્ન કંપનીમાં સામેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડીયા (SAIL)ના ટોપ મેનેજમેન્ટે ઓફિસર્સ ગ્રેડના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) 5 ટકા વધારો કરવાની ભલામણ કરી છે. આ મામલાને લઈ સરકારી કંપનીએ શ્રમ મંત્રી સંતોષ ગંગવારને પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે, જો SAIL મેનેજમેન્ટની આ ભલામણ માની લેવામાં આવશે તો, દરેક ઓફિસર ગ્રેડના કર્મચારીના પગારમાં પ્રતિમાહ 5000 રૂપિયાનો વધારો થઈ જશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, SAILએ એક ઓક્ટોબર 2019થી પોતાના ઓફિસર ગ્રેડના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવાની ભલામણ કરી છે. જો મોદી સરકાર SAIL મેનેજમેન્ટની ભલામણ માની લેશે તો, સેલ ઓફિસરોનો ડીએ 57.4 ટકાથી વધી 62.4 ટકા થઈ જશે.

સરકારી બેન્કોની જેમ જ સાર્વજનિક ક્ષેત્રની સંસ્થાઓના કર્મચારીઓનો ડીએ ત્રિમાસિક વધે છે. પીએસયૂ હેઠળ SAILને તેનાથી રાહત નથી મળતી અને તેના કર્મચારીઓ પણ ત્રિમાસિક ડીએમાં વધારો મેળવવા યોગ્ય છે. સામાન્ય રીતે ડીએ Consumer Price Index (CPI)ને ધ્યાનમાં રાખી વધારવામાં આવે છે.શું હોય છે મોંઘવારી ભથ્થુ - ડિયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થુ. આ એવા પૈસા છે, જે દેશના સરકારી કર્મચારીઓને રહેવા-ખાવાના સ્તરને સારૂ બનાવવા માટે આપવામાં આવે છે. આ પૈસા એટલા માટે આપવામાં આવે છે, કારણ કે, મોંઘવારી વધવા છતા કર્મચારીઓના રહેવાના સ્તરમાં પૈસાની મુશ્કેલી ન સર્જાય. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.

મોંઘવારી ભથ્થાનું કેલ્ક્યુલેશન બેઝિક રૂપે આપવામાં આવે છે. આ ભથ્થુ કર્મચારી પર મોંઘવારીની અસર ઓછી કરવા માટે આપવામાં આવે છે.
Loading...વર્ષ 2006માં જ્યારે છઠ્ઠુ પગાર પંચ આવ્યું હતું ત્યારે બેસ ઈયર 2006 કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા બેસ ઈયર 1982 હતું. હવે સરકારે આ વ્યવસ્થા કરી દીધી છે કે બેસ ઈયર દર 6 વર્ષે બદલવામાં આવશે.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...