મોદી સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર, તાત્કાલિક ભરાશે 75 હજાર પદ

News18 Gujarati
Updated: May 28, 2019, 11:14 AM IST
મોદી સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર, તાત્કાલિક ભરાશે 75 હજાર પદ
મોદી સરકાર 2.0માં બમ્પર સરકારી નોકરીઓ (ફાઇલ ફોટો)

નોકરીઓની તકો ઊભી કરવાના એજન્ડામાં નિકાસ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું સામેલ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટ 30 મેના રોજ શપથ ગ્રહણ બાદ નવી સરકાર બનવા જઈ રહી છે. તે પહેલા જ નવી સરકારે પોતાના કાર્યકાળના પહેલા 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. તેમાં નોકરીઓ અને ખેડૂતો પર ફોકસ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ તમામ મંત્રાલયોને કહ્યું છે કે પોતાના પ્રાથમિકતા નક્કી કરે. આ એક્શન પ્લાનમાં અગાઉની મોદી સરકારના અધૂરા એજન્ડાને આગળ ધપાવવાની રણનીતિ પણ નક્કી કરવામાં આવી રહી છે.

PMOના સૂત્રએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલા પદો અને હાલની જરૂરિયાતોને જોતાં રિપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. લગભગ 75 હજાર પદ એવા છે, જેને તાત્કાલીક ભરવાની જરૂર છે. મંત્રાલયો અને વિભાગોથી 30 મે 2019 સુધી ખાલી પડેલા સરકારી પદોની વિગતો માંગવામાં આવી છે. તેના માટે સરકાર સ્ટાફ સિલેક્શન કમીશન (SSC)ને પરીક્ષા આયોજિત કરીને આ પદો પર ભરતીની પ્રક્રિયા શરૂ કરવાનું કહી શકે છે.

આ વિભાગોમાં બહાર પડશે વેકન્સી


- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
- કેન્દ્રીય સચિવાલય- પરિવહન વિભાગ
- શહેરી વિકાસ મંત્રાલય
- રેલ મંત્રાલય

31 મેના રોજ પહેલી કેબિનેટ મીટિંગ

સૂત્રો મુજબ, શપથ ગ્રહણ બાદ મોદી સરકારની 31 મેના રોજ કેબિનેટની પહેલા બેઠક થશે. નવી મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા હશે ભારતને પ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી. તેના પાયાના માળખાના વિકાસ માટે 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની શક્યતા છે. બીજી તરફ, કૃષિ અને ગ્રામ્ય વિસ્તારોમાં 25 લાખ કરોડ ફાળવવામાં આવશે. 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવાના જાહેર કરેલા લક્ષ્યને પૂરું કરવા માટે તે દિશામાં ઝડપી કામ કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતને ગ્લોબલ સ્ટાર્ટ-અપ હબ બનાવવાનું છે. તેના માટે અલગથી પ્લાનિંગ થઈ રહ્યું છે.

આ પણ વાંચો, આવી હોઈ શકે છે મોદીની કેબિનેટ, આ નવી પાર્ટીઓને મળી શકે છે સ્થાન

નોકરીઓની તકો ઊભી કરવાના એજન્ડામાં એક્સપોર્ટ/નિકાસ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું સામેલ છે. સ્ટાર્ટઅપ્સને ફન્ડિંગ અને ટેક્સના મોર્ચે વધુ રાહત આપવાના પ્રયાસ પણ કરવામાં આવશે. એટલે જો તમે ભણો છો કે ભણાવો છો કે નોકરીની શોધ કરી રહ્યા છો કે પછી પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આવનારા સમયમાં આપને અનેક ઉત્તમ તકો મળવાની છે.

શરૂ થશે જોબ્સ ઓનલાઇન પોર્ટલ

તેની સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે, જ્યાંથી ખાલી પડેલી શિક્ષક પદો પર નજર રાખી શકાશે. તેના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર યુનિવર્સિટીઝની સાથે ખાનગી સંસ્થાઓ ઉપર પણ નજર રાખવામાં આવશે.
First published: May 28, 2019, 11:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading