Home /News /business /7 th Pay Commission: 2023 માં સરકારી કર્મચારીઓ પર થશે ધન વર્ષા, રૂપિયાથી ભરાયેલું રહેશે ખિસ્સું
7 th Pay Commission: 2023 માં સરકારી કર્મચારીઓ પર થશે ધન વર્ષા, રૂપિયાથી ભરાયેલું રહેશે ખિસ્સું
જો ગણતરી કરવામાં આવે તો અંદાજે પગાર વધારો 8000 રૂપિયાનો આવી શકે છે
7 th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 34 થી વધીને 38% કરી દીધું છે. હવે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા અંગે આશાઓ સેવાઈ રહી છે. આવતા વર્ષે કર્મચારીઓનું DA 5% વધી શકે છે.
7 th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે આવનારું વર્ષ ખુબ સારુ રહી શકે છે. કર્મચારીઓના પગારમાં ખુબ મોટો વધારો નોંધાઈ શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે અમુક નિર્ણય લઇ શકે છે. જેમાં પગારને લઈને સારો ફાયદો થઇ શકે છે. લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે. સરકાર વર્ષ 2023 માં તેના વિષે નિર્ણય લઇ શકે છે. જાણકારોનું માનવું છે કે સરકાર 2024 ના ઇલેકશન પહેલા કેન્દ્રના કર્મચારીઓને ભેટ આપી શકે છે. આ સિવાય મોંઘવારી ભથ્થું અને જૂની પેન્સન યોજના પર પણ વિચાર કરવામાં આવી શકે છે.
કોરોના સમયમાં રોકવામાં આવેલા 18 મહિનાના DA અને પેન્સન લાભાર્થીનું DR માટે માંગ કરવામાં આવી રહી છે. જેના માટે સરકારે પણ સંબંધિત વિભાગો સાથે ઘણી વખત વાત કરી છે. જેના પર હવે ગમે ત્યારે નિર્ણય આવી શકે છે. પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
DA અને ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ણય
જો સરકાર આ બંને માંગો પર કોઈ નિર્ણય લે છે તો કેન્દ્રીય કર્મચારીને ડબલ ફાયદો થશે. મીડિયા રિપોર્ટ મુજબ હવે સરકાર કર્મચારીઓને લાંબી રાહ નહિ જોવડાવે અને જલ્દીથી નિર્ણય લેવાશે. જો આવું થાય તો કર્મચારીઓના પગારમાં ખૂબ જ મોટો વધારો નોંધાઈ શકે છે. મળતી રકમનો મુખ્ય આધાર બેઈઝીક સેલેરી, અન્ય ભથ્થાઓ અને ફિટમેન્ટ ફેક્ટર પર હોય છે. જો ગણતરી કરવામાં આવે તો અંદાજે પગાર વધારો 8000 રૂપિયાનો આવી શકે છે. જેમાં ખાસ તો ફિટમેન્ટ ફેક્ટર વધારીને સરકાર સારો ફાયદો આપશે.
દર વર્ષની જેમ વર્ષ 2023 માં મોંઘવારી ભથ્થું વધી શકે છે. જેના અંગેની જાહેરાત માર્ચ આસપાસ થઈ શકે છે. હાલમાં મોંઘવારી જોતા લાગે છે કે આવતા વર્ષે મોંઘવારી ભથ્થું 3-5% હોય શકે છે. જો કે હજુ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના AICPI ઇન્ડેક્સના નંબર આવવાના બાકી છે.
દિવાળી પર સરકારે આપી હતી ભેંટ
કેન્દ્ર સરકારે આ વર્ષે દિવાળી પહેલા સપ્ટેમ્બરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% DA માં વધારો કર્યો હતો. જેનાથી કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્સન લાભાર્થીને ફાયદો થયો હતો.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર