Home /News /business /7 th Pay Commission: 7માં પગારપંચનું 18 મહિનાનું DA એરિયર્સ મળશે કે નહીં? સરકારે કરી મોટી વાત

7 th Pay Commission: 7માં પગારપંચનું 18 મહિનાનું DA એરિયર્સ મળશે કે નહીં? સરકારે કરી મોટી વાત

રોગચાળાથી સરકારની તિજોરી પર આર્થિક બોજો વધી ગયો હતો.

7 th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ તેમના 18 મહિનાના મોંઘવારી ભથ્થા એટલે કે DAની બાકી રકમની રાહ જોઈ રહ્યા છે. નાણા મંત્રાલયે 18 મહિનાના DA પર એક નિવેદન આપ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 રોગચાળાને કારણે સરકારી નાણાં પર વધી રહેલા દબાણને કારણે DA અટકાવવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
7 th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ પોતાના 18 મહિનાના DA ની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. નાણાં મંત્રાલયે 18 મહિનાના DA વિષે એક નિવેદન આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 મહામારીને કારણે સરકાર પર વધતા આર્થિક બોજને લીધે આ રકમ બ્લોક કરવામાં આવી હતી. ઘણા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર જલ્દીથી આ રકમ આપી શકે છે.

18 મહિનાનું અટવાયેલું છે DA


રાજ્ય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓના DA અને પેન્શનરોના DR ની રકમ બ્લોક કરવામાં આવી છે. જેનું મુખ્ય કારણ કોવિડ-19 મહામારી રહ્યું હતું. કેમ કે, આ રોગચાળાથી સરકારની તિજોરી પર આર્થિક બોજો વધી ગયો હતો.

આ પણ વાંચો:રૂપિયા ડબલ કરવાવાળો IPO! અમીર ખાન, રણવીર કપૂર અને શંકર શર્માને મળ્યુ બમણું વળતર

કોવીડ-19 એ વધાર્યો આર્થિક બોજ


તેમને જણાવ્યું કે 2020માં મહામારીને કારણે આર્થિક બોજો વધી રહ્યો હતો. તેમજ સરકારી યોજના માટેના રૂપિયામાં વર્ષ 2020-2021માં આર્થિક સંકળામણ વધી રહી હતી. એજ કારણ છે કે હજુ સુધી DA કે ડીઆર નહિ આપવવામાં આવ્યું. ચીનમાં વધતા કોરોનના કેસને ધ્યાને લઈને દરેક રાજયએ ફરી પાછી સતર્કતા દાખવી છે. કેન્દ્ર સરકાર પણ સમીક્ષા બેઠકો કરી રહી છે.

એસોસિયેશન કરી રહ્યું છે માંગ


ચૌધરીએ કહ્યું કે DA અને ડીઆર અંગે સરકારી કર્મચારીના એસોસિયેશન તરફથી ઘણી એપ્લિકેશનો મળી. આ એસોસિયેશનમાં નૅશનલ કાઉન્સિલ, રેલવે મેન્સ, રેલવે મેન્સ ફેડરેશન, રિટાયર્ડ રેલવે મેન્સ ફેડરેશન, વેટરન્સ એસોસિયેશન, ભારતીય રેલવે કર્મચારી વગેરે જોડાયેલા છે. આ સિવાય ભારતીય પેન્સન મંચ, ભૂતપૂર્વ સૈનિક સમન્વય સમિતિ અને વેટરન એસોસિયેશનનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો:Gold Silver Price Today: કોરોના સંકટ ફરી ઘેરાતાં સોના ચાંદીની કિંમતોમાં ઉછાળો શરું

સરકાર પર વધ્યો આર્થિક બોજ


પાછલા વર્ષ ઓગસ્ટમાં રાજ્ય સભામાં લેખિત ઉત્તરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે DA અને ડીઆરની રકમ રોકીને અંદાજે 34402 કરોડ બચાવ્યા છે. જુલાઈ 2021 માં આ નિયંત્રણ હટાવી લેવામાં આવ્યું છે અને ત્યારબાદ DA અને ડીઆર ભથ્થું ચારગણું વધારી દેવામાં આવ્યું છે.
First published:

Tags: 7th pay commission, Business news, Government employee

विज्ञापन