7 th Pay Commission: કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્સન યોજનાનો લાભ લેનારાઓ માટે એક સારા સમાચાર છે. સરકારી કર્મચારીઓના બેન્ક ખાતામાં ટૂંક સમયમાંજ મોટી રકમ જમા થઇ શકે છે. કોવીડ સમયે 18 મહિનાથી ન મળેલા ડીએની રકમ કર્મચારીઓને મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ 18 મહિનાના ડીએ એરીયરના મુદ્દાને લઈને કેબિનેટ સેક્રેટરી સાથે મીટીંગનો સમય નક્કી થઇ ગયો છે. આ વખતે સરકારી કર્મચારી અને પેન્શનર્સને આશા છે કે તેમને આ રૂપિયા જલ્દીથી મળી શકે એમ છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ 18 મહિનાના ડીએ એરીયરની માગ ઘણા સમયથી મોદી સરકાર પાસે ઘણા સમયથી કરી રહ્યા છે. પણ હજુ સરકારે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ જો સરકાર આ ડીએની રકમ પર મંજૂરી આપે છે તો કર્મચારીઓના ખાતામાં સારી એવી રકમ જમા થશે. કર્મચારીઓને 7 માં પગારપંચ અંતર્ગત ડીએ એરીયર મળવા પાત્ર છે. દેશમાં વધતી મોંઘવારીને લીધે કર્મચારી અને પેન્સન ધારકો પોતાની આ માગને લઈને અડગ છે.
સરકારી કર્મચારીઓના મનમાં એ સવાલ છે કે તેઓને કેટલા રૂપિયા મળી શકે. નેશનલ કાઉન્સિલ ઓફ JCM શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા મુજબ કર્મચારીઓના લેવલ અનુસાર ડીએ એરીયર મળશે. એક અંદાજ મુજબ એક કર્મચારીને રૂ.11,880 થી લઇને રૂ.37554 સુધીની રકમ મળી શકે એમ છે. 7 મા પગારપંચ અનુસાર લેવલ 13 ના કર્મચારીઓને તેના બેઈઝીકના આધારે રૂ.1,23,100 થી 2,15,900 ડીએ એરીયર મળી શકે છે. લેવલ 14 ના કર્મચારીઓને આનાથી વધુ ડીએ મળી શકે એમ છે. એનો મતલબ એમ છે કે મળવા પાત્ર રકમ અલગ અલગ હોય છે અને તેનો મુખ્ય આધાર કર્મચારીઓનું બેઈઝીક વેતન છે.
કોરોના કાળમાં નથી વધ્યો ડીએ
સરકાર મહત્તમ વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારતી હોય છે. હવે સરકારી કર્મચારીઓને ડીએ દિવાળી પહેલા 34% થી વધારીને 38% કરવામાં આવ્યું છે. કર્મચારીઓ અને પેન્સન ધારકોને આશા છે કે વધતી મોંઘવારીને ધ્યાને લઈને સરકાર આ લાભો આપશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર