Home /News /business /7 th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટું અપડેટ, 'બજેટ-2023' પછી વધી શકે છે બેસિક સેલેરી
7 th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટું અપડેટ, 'બજેટ-2023' પછી વધી શકે છે બેસિક સેલેરી
52 લાખથી વધુ કર્મચારીઓના પગાર ધોરણમાં વધારો આવી શકે છે.
7 th Pay Commission: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે બધાને આશા છે કે નવું વર્ષ સરકારી કર્મચારીઓ માટે નવી ખુશીઓ લઈને આવે. નવા વર્ષમાં સેલેરીને લઈને કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટું અપડેટ આવી રહ્યું છે. નવા અપડેટ હેઠળ 52 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ટૂંક સમયમાં વધી શકે છે.
7 th Pay Commission: નવું વર્ષ શરુ થઇ ગયું છે, જે દરેક સરકારી વર્ગના કર્મચારીઓને માટે ખુશી લાવનારું સાબિત થશે. નવા વર્ષમાં સરકારી કર્મચારીઓ માટે પગારને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ અપડેટ મુજબ 52 લાખથી વધુ કર્મચારીઓના પગાર ધોરણમાં વધારો આવી શકે છે. સરકાર આ પહેલાના વર્ષ 2022માં ફિટમેન્ટ ફેક્ટરને લઈને નિર્ણય લઇ શકે એવું લાગી રહ્યું હતું પરંતુ તે કોઈ કારણસર શક્ય બન્યું નહિ. જયારે અત્યારે આશા છે કે સરકાર આ સંદર્ભે કોઈ નિર્ણય પર આવી શકે છે. સરકાર જલ્દીથી જ આ માંગ સ્વીકારી શકે છે.
આ મુદ્દાને લઈને ઘણી બેઠકો પૂર્ણ
છેલ્લા ઘણા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ તરફથી ફિટમેન્ટ ફેક્ટરને લઈને બદલાવ લાવવા માટે માંગણીઓ થઇ રહી છે. જેને લઈને કેન્દ્રીય કર્મચારી એસોસિયેશન અને સરકાર વચ્ચે ઘણી બેઠકો થઇ ચુકી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો સરકાર તેને 2024 પહેલા લાગુ કરી શકે છે. જેને બજેટ પછી માર્ચ 2023માં લાગુ કરવા અંગે જાહેરાત થઇ શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં બમ્પર વધારો થશે.
કેન્દ્રીય કર્મચારીઓના 7 th pay commission મુજબનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા છે, જે મુજબ પગાર આપવામાં આવે છે. હવે કર્મચારીઓ તેને વધારીને 3.68 ગણું વધારવાની વાત કરી રાહ્ય છે. જો એવું થાય તો મિનિમમ બેઝિક સેલેરી રૂ.18,000 થી વધીને રૂ.26,000 થઇ જશે. જો કેન્દ્ર સરકાર આ વાતને માન્ય રાખે છે તો કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક સેલેરીમાં રૂ.8,000નો જંગી વધારો થશે. બેઝિક વધતાની સાથે જ મોંઘવારી ભથ્થું અને HRA પણ વધી જશે.
આ રીતે થશે વધારો
જો ફિટમેન્ટ ફેકટરને વધારીને 3.68 કરવામાં આવે તો કર્મચારીઓનો મૂળ પગાર રૂ.26,000 થઇ જાય. જો અત્યારે તમારી મિનિમમ સેલેરી રૂ.18,000 છે તો અલાઉન્સને છોડીને તમને 2.57 ફિટમેન્ટ ફેકટરના હિસાબથી 46,260 (18,000 * 2.57 = 46260) રૂપિયા મળશે. જો તમારું ફિટમેન્ટ ફેક્ટર 3.68 છે તો સેલેરી 95,680 રૂપિયા (26,000 * 3.68 = 95,680) થઇ જશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર