Home /News /business /

ICICI securities તરફથી દિવાળીએ આ 7 શેર ખરીદવાની સલાહ, લાંબા ગાળે થશે મોટી કમાણી

ICICI securities તરફથી દિવાળીએ આ 7 શેર ખરીદવાની સલાહ, લાંબા ગાળે થશે મોટી કમાણી

દિવાળી મુહૂર્તના શેર.

7 Stocks by ICICI securities: ICICI Securities તરફથી બેંક ઑફ બરોડા, મહિન્દ્રા લાઇફ, ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ સહિત સાત શેર ખરીદવાની સલાહ આપવામાં આવી.

    મુંબઈ:  શેર બજારમાં તેજીનો માહોલ છે. મોટાભાગના રોકાણકારો આ દિવાળી પર વધારે રિટર્ન આપતા શેરની ખરીદ કરવા માંગે છે. બ્રોકરેજ પેઢી ICICI સિક્યોરિટીઝ તરફથી આ દિવાળીએ ખરીદી માટે સાત એવા શેર સૂચવ્યા છે જેમાં લાંબા ગાળે વધારે નફો મળી શકે છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે વિવિધ બ્રોકરેજ પેઢી તરફથી મુહૂર્ત શેરની ટીપ્સ આપવામાં આવી રહી છે. આ શેરમાં લાંબા ગાળે મોટું વળતર થઈ શકે છે.

    1) બાટા: કિંમત ઘટાડવા અને સ્ટોર્સનું નેટવર્ક વધવાનો ફાયદો બાટા કંપનીને મળી શકે છે. ICICI સિક્યોરિટીઝ તરફથી બાટાના શેરની 1,900-2,020 રૂપિયાની રેન્જમાં ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આ માટે 2,380 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    2) TCNS Clothing: એથનિક વિયર સેગમેન્ટમાં ગ્રોથનો ફાયદો ઉઠાવવા માટે કંપની મજબૂત સ્થિતિમાં છે. કંપની પાસે આ સેગમેન્ટમાં ત્રણ લોકપ્રીય બ્રાન્ડ છે. આ શેરની 720-760 રૂપિયાની રેન્જમાં ખરીદી કરી શકાય છે. આ માટે 860 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    3) બેંક ઑફ બરોડ: બ્રોકરેજ પેઢીનું માનવું છે કે બેંકના કામકાજમાં સુધારો થઈ રહ્યો છે. મર્જરથી કોસ્ટ ઘટાડવામાં મદદ મળી શકે છે. આ શેરને 90-100 રૂપિયાની રેન્જમાં ખરીદી કરી શકાય છે. આ માટે ટાર્ગેટ 120 રૂપિયા આપવામાં આવ્યો છે.

    4) Gateway Distriparks: આ લોજિસ્ટિક કંપનીની બેલેન્સશીટ ખૂબ મજબૂત છે. તેના રિટર્ન રેશિયોમાં સુધારો થયો છે. આ શેરની 255-275 રૂપિયાની રેન્જમાં ખરીદી કરી શકાય છે. આ શેર માટે બ્રોકરેજ પેઢીએ 350 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    5) મહિન્દ્રા લાઇફસ્પેસ: કંપનીનું મેનેજમેન્ટ બેલેન્સશીટને વધારે મજબૂત બનાવવાની સાથે સાથે વિસ્તાર પર પણ ધ્યાન આપી રહ્યું છે. 255-280 રૂપિયાની રેન્જમાં આ શેરની ખરીદી કરી શકાય છે. આ શેર માટે 325 રૂપિયા ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

    6) Action Construction Equipment: કોરોનાની બીજી લહેર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવા છતાં કંપનીએ તાજેતરના ત્રિમાસિકમાં સારું પ્રદર્શન કર્યું છે. કંન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની માંગ વધવાનો કંપનીને ફાયદો મળ્યો છે. આ શેરની 215-240 રૂપિયાની રેન્જમાં ખરીદી કરી શકાય છે. આ માટે ટાર્ગેટ 300 રૂપિયા રાખવામાં આવ્યો છે.

    7) VSSL: વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ કેપિટલ લિમિટેડ એફિશિયન્સીમાં સુધારો કરવા પર ભાર આપી રહી છે. બ્રોકરેજ પેઢીએ આ કંપનીના શેર માટે 250-275 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. આ માટે 340 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    (નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diwali 2021, ICICI, Share market, Stock tips

    આગામી સમાચાર