Home /News /business /

આ 7 સ્ટેપ સાથે સરળતાથી ફાઈલ કરો ઈન્કમટેક્સ રિટર્ન

આ 7 સ્ટેપ સાથે સરળતાથી ફાઈલ કરો ઈન્કમટેક્સ રિટર્ન

હવે રિટર્ન ફાઈલ કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે (પ્રતિકાત્મક તસવીર)

income tax e filing- ચોકસાઈ અને સંપૂર્ણતાની ખાતરી માટે યોગ્ય રીતે રિટર્ન ફાઈલ (Income Tax Return)કરવું જરૂરી છે. કોઈ પણ પ્રકારની ચૂક કે અચોક્કસાઈ અને અનિયમિતતા કારણે આવકવેરા વિભાગ (Income Tax Department)તરફથી ટેક્સ નોટિસ અને પ્રશ્નોની પરિસ્થિતિ લાવી શકે

વધુ જુઓ ...
CBDT એ કરદાતાઓ (Taxpayer)અને જેમના ખાતા માટે ઓડિટની જરૂર છે, તેમના સિવાયના તમામ માટે નાણાંકીય વર્ષ 2020-21 આવકવેરા રિટર્ન (ITRs) દાખલ કરવાની સમયરેખા 30 સપ્ટેમ્બર, 2021થી વધારીને 31 ડિસેમ્બર, 2021 કરી છે. ચોકસાઈ અને સંપૂર્ણતાની ખાતરી માટે યોગ્ય રીતે રિટર્ન ફાઈલ (Income Tax Return)કરવું જરૂરી છે. કોઈ પણ પ્રકારની ચૂક કે અચોક્કસાઈ અને અનિયમિતતા કારણે આવકવેરા વિભાગ (Income Tax Department)તરફથી ટેક્સ નોટિસ અને પ્રશ્નોની પરિસ્થિતિ લાવી શકે છે.

હવે રિટર્ન ફાઈલ કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. નવા ઈન્કમટેક્સ પોર્ટલની પ્રક્રિયામાં થયેલા ફેરફાર અને વધારાની ડિટેલ્સની જરૂરીયાતોને કારણે રિટર્ન ફાઈલ કરતી વખતે ટેક્સ પેયર ભૂલ કરે અથવા તો પ્રક્રિયા પૂર્ણ કરવામાં તેને વધુ સમય લાગે તેની પૂરી શક્યતા રહેલી છે.ઉપરની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ ટેક્સ પેયરે નીચે જણાવેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી કરીને રિટર્ન ફાઈલ કરવામાં થતી ભુલો રોકી શકાય અને પ્રક્રિયાને ઝડપી પૂર્ણ કરી શકાય.

યોગ્ય આઈટીઆર (ITR) ફોર્મની પસંદગી

ITR ફાઇલ કરતી વખતે કરદાતાએ યોગ્ય ITR ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ કરદાતા ITR દાખલ કરવા માટે ખોટા ફોર્મનો ઉપયોગ કરે છે, તો કર વિભાગ તે કરદાતાને કાયદાની કલમ 139 (9) હેઠળ ખામીયુક્ત રિટર્ન (defective return)ની નોટિસ આપી શકે છે. યોગ્ય ફોર્મના પસંદગી કરવા માટે રેસિડેન્સી, આવકના પ્રકાર, મકાન - મિલકતોની સંખ્યા વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આઈટીઆર ફોર્મની સુચનાઓને આધારે ફોર્મની પસંદગી કરવી જોઈએ.

દા.ત. કોઈપણ વ્યક્તિ જેની કરપાત્ર આવક રૂ. 50,00,000 (રૂપિયા પચાસ લાખ) થી વધુ ન હોય અને જેની કેપિટલ ગેઈન (Capital gains) અને ધંધા કે વ્યવસાયમાંથી આવક ન હોય તો તે ફોર્મ ITR-1 નો ઉપયોગ કરી શકે છે. જો તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર છો, અનલિસ્ટેડ શેર ધરાવો છો, જો તમારી પાસે એકથી વધુ ઘર હોય અથવા 5,000 રૂપિયાથી વધુની કૃષિ આવક હોય તો તમે ITR 1 ફોર્મનો ઉપયોગ કરી શકતા નથી.

આ પણ વાંચો - સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ કામ કરવાનો કોન્સેપ્ટ આવી રહ્યો છે, સ્ટાર્ટઅપ માટેના આ અનોખા આઈડિયા અંગે જાણો

આધારભૂત વિગતોની સાચી જાણકારી

ITR ફાઈલ કરતી વખતે વ્યક્તિએ PAN કાર્ડ, આધાર કાર્ડ, TAN વગેરે અંગેની સચોટ માહિતી ભરવાની રહેશે, આ સિવાય પોતાના રહેઠાણનું સાચું અને વ્યવસ્થિત સરનામું ફોર્મમાં ભરવાનું રહેશે. ચેક્સ રિટર્ન ફઈલ કરતા પહેલા વ્યક્તિએ ઉપર જણાવેલી તમામ વિગતોની એક ચકાસણી કરી લેવી જોઈએ જેથી ભૂલની શક્યતા ન રહે.

સાચી કોમ્યુનિકેશન વિગતો

આવકવેરા વિભાગ તરફથી ફેસલેસ અસેસમેન્ટ કરવામાં આવતું હોવાથી રિટર્નને લગતી તમામ વિગતો ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવે છે. તેથી ITR ફોર્મમાં ઈ-મેઈલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું વગેરે જેવી વિગતો ભૂલરહિત હોવી જરૂરી છે.

આવકના સ્ત્રોતની માહિતી

કરદાતા દ્વારા તેનું રેસિડેન્શિયલ સ્ટેટસ, ફિક્સ ડિપોઝિટ (FDs)માંથી વ્યાજની આવક, મ્યુચલ ફંડના વેચાણની આવક, નાણાંકીય વર્ષ 2021-21માં ઈક્વિટી શેર કે અન્ય મિલકતમાંથી થયેલી ડિવિડન્ડની કે અન્ય આવકોનો સચોટ ઉલ્લેખ કરવો જરૂરી છે. રેસિડેન્ટ અને ઓર્ડિનરી રેસિડેન્ટ દ્વારા વિદેશમાં થયેલી આવક, મિલકત, પેંશન, ESOPs, વિદેશી બેંક ખાતા અને ડબલ ટેક્સેશન અવોઈડન્સ એગ્રીમેન્ટ હેઠળ કરાયેલા કોઈ પણ દાવા વગેરેની માહિતી આપવી ફરજીયાત છે.

ફોર્મ 26ASમાં આવકનુ રિકન્સીલેશન

કરદાતાએ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આઈટીઆરમાં દર્શાવવામાં આવેલી આવક ફોર્મ માં દર્શાવેલી આવક સાથે મેળ ખાય, જો કોઈ પણ સંજોગોમાં આવું ન થાય તો આવકવેરા વિભાગ તરફથી આ બાબત અંગે કાર્યવાહી કરવામાં આવે છે. કરદાતાએ સુનિશ્ચિત કરવું કે ફોર્મ 26ASમાં દર્શાવેલી વિગતો ITR ફોર્મમાં પણ વ્યવસ્થિત રીતે દર્શાવેલી હોવી જોઈએ.

પ્રિવિયસ એમ્પોયરથી થયેલ આવકની જાણકારી

જો તમે નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન નોકરી બદલી છે, તો વર્તમાન એમ્પ્લોયરની આવક સાથે અગાઉના એમ્પ્લોયરની આવકની જાણ કરવી જરૂરી છે. તે બાબત પણ ધ્યાનમાં લેવી કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રુ.50,000 સુધી મર્યાદિત છે. ITRમાં ટેક્સ રિટર્ન મેળવવા માટે કરદાતાએ સુનિશ્ચિત કરવું જોઈએ ફોર્મમાં સક્રિય બેંકની વિગતો કોઈપણ જાતની ભૂલ વગરની હોવી જોઈએ. બેંક અકાઉંટ નંબર, IFSC કોડ, બેંકનું નામ વગેરે બાબતો સચોટ હોવી જરૂરી છે.

ITR નું ઈ-વેરિફિકેશન

ITR ફાઇલ કરવાની પ્રક્રિયા ફાઇલ કરેલી ITR ની ઇ-વેરિફિકેશન પર જ પૂર્ણ થાય છે. ટેક્સ રિટર્નનું ઇ-વેરિફિકેશન કરવા માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે આધાર OTP, નેટ બેંકિંગ, ડિમેટ એકાઉન્ટ, બેંક ATM અથવા સહી કરેલી ITR-V ફોર્મની નકલ સીપીસી બેંગ્લોર મોકલવી. કરદાતાએ એ સુનિશ્ચિત કરવું કે PAN અને આધાર લિંક થયેલા હોય. (લિંક કરવાની તારીખ 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી છે). ફાઇલ કરેલા રિટર્નની સરળ ઇ-ચકાસણી સુનિશ્ચિત કરવા માટે મોબાઇલ નંબર ચાલુ હોવો જોઈએ. એકવાર ઈ-વેરિફિકેશન પૂરું થઈ જાય પછી, ટેક્સ ઓથોરિટી તરફથી આગળના પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

જો ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં કોઈ ભુલ થાય તો નિશ્ચિત કરેલ સમયમર્યાદામાં રિવાઈઝ્ડ ઈન્ડિયન ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

(With inputs from Vivek Mistry, Manager, Tarika Agarwal, Manager and Pradnya Maniyar, Assistant Manager with Deloitte Haskins and Sells LLP)
First published:

Tags: Business, Income tax department, Income Tax Return

આગામી સમાચાર