IT રિટર્ન ભરતા સમયે આ બાબતો જણાવવી જરૂરી, બહાર પડ્યું નવું ફોર્મ

ITR forms for FY18-19 notified: નાણાકીય વર્ષ 2018-19માં નવું ઇનકમટેક્સ રિટર્ન ફોર્મ બહાર પડ્યું છે, આ વખતે તમારે આઈટીઆરમાં અનલિસ્ટેડ શેરની માહિતી આપવી પડશે.

News18 Gujarati
Updated: April 5, 2019, 1:40 PM IST
IT રિટર્ન ભરતા સમયે આ બાબતો જણાવવી જરૂરી, બહાર પડ્યું નવું ફોર્મ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 5, 2019, 1:40 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : નાણાકીય વર્ષ 2018-19 માટે નવું ઇનકમટેક્સ ફોર્મ બહાર પડી ગયું છે. આ વખતે તમારે આઈટીઆરીમાં અનલિસ્ટેડ શેરની માહિતી આપવી રડશે. ગત વર્ષેનું સેલેરી બ્રેકઅપ પણ જણાવવું પડશે. તમારે ભારતમાંથી કેટલા દિવસ બહાર ગયા તેની પણ જાણકારી આપવી પડશે. નોકરી કરતા લોકોએ આઈટીઆર-1 ફોર્મ ભરવાનું રહે છે. ગત વર્ષે આઈટીઆર- 1 ફોર્મમાં હાઉસ પ્રૉપર્ટી અંગે વિસ્તૃત જાણકારી માંગવામાં આવી હતી.

આ સાત જાણકારી જરૂરી
1 ITR forms for FY18-19 notified: ITR-1 ફોર્મ તેના માટે જ લાગુ પડે છે જેની કુલ આવત 50 લાખ રૂપિયા સુધી છે. આ આવક પગાર, હાઉસ પ્રોપર્ટી અથવા તો વ્યાજની આવક હોઈ શકે છે.

2 કંપનીના ડાયરેક્ટર આ ફોર્મનો ઉપયોગ નહીં કરી શકે ખાસ કરીને જ્યારે તેમણે અનલિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ કર્યુ હોય.

3 આ ફોર્મ સ્ટાન્ડર્ડ ડિડક્શનના ઑપ્શન સાથે આવે છે. નાણાકીય વર્ષ 2018-19માં તમે વધુમાં વધુ 40,000 રૂપિયાના ડિડક્શનનો દાવો કરી શકશો.

4 જો તમારી પાસે છે ઘર છે તો તમારે આ ફોર્મમાં માહિતી આપવી પડશે કે તમારા ઘરના માલિક તમે જ છો કે તમે વેચી દીધું છે.
Loading...

5 તમારે નાણાકીય વર્ષ દરમિયાન અન્ય સ્રોતથી થયેલી આવકની માહિતી આપવી પડશે, જેમાં બેન્ક એકાઉન્ટથી મળનાર વ્યાજ, એફડી વગેરેનો સમાવેશ થાય છે.

6 ગત વર્ષના સેલેરી બ્રેકઅપ ઉપરાંત એલાઉન્સ, વધારાની સુવિધા, નફા વગેરેની માહિતી તમારે આપવી પડશે.

7 જો તમને હાઉસ રેન્ટ જેવું કઈ એલાઉન્સ મળે છે, તો તમારે તેની પણ જાણકારી આપવી પડશે.
First published: April 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...