Home /News /business /Small Business Ideas: નાના મૂડીરોકાણ સાથે શરૂ કરી શકો છો આ 7 વ્યવસાય, થશે ફાયદો જ ફાયદો
Small Business Ideas: નાના મૂડીરોકાણ સાથે શરૂ કરી શકો છો આ 7 વ્યવસાય, થશે ફાયદો જ ફાયદો
ફિટનેસ સેન્ટર (પ્રતીકાત્મક તસવીર)
Small Business Ideas: ફિટનેસ સેન્ટર ખોલીને સારા પૈસા કમાઈ શકાય છે. આ બિઝનેસ માટે તમારે તમામ સાધનો, વીમા પૉલિસીઓ, પ્રોપર્ટી ફી, ટ્રેનર્સ, ડાયટ એક્સપર્ટ અને પર્સનલ ટ્રેનર્સ સહિતની બાબતોનું પ્લાનિંગ કરવું પડશે.
મુંબઈ: નોકરી ન કરવા ઈચ્છતા લોકો પોતાની અનુકૂળતા અને પસંદગી મુજબ નાનો મોટો ધંધો-બિઝનેસ (Business) કરી શકે છે. આજે અહીં તમને ફાયદો (Profit) કરાવી કારકિર્દી સેટ કરી શકે તેવા બિઝનેસ આઈડિયા (Business Idea) અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં તમારે ઓછા મૂડીરોકાણ (Investment)ની જરૂર પડશે અને માર્કેટ રિસ્ક પણ ઓછું રહેશે. આ સાથે આ બિઝનેસ સારી કમાણી કરાવી આપશે.
ફિટનેસ સેન્ટર (Fitness center)
ફિટનેસ સેન્ટર ખોલીને સારા પૈસા કમાઈ શકાય છે. આ બિઝનેસ માટે તમારે તમામ સાધનો, વીમા પૉલિસીઓ, પ્રોપર્ટી ફી, ટ્રેનર્સ, ડાયટ એક્સપર્ટ અને પર્સનલ ટ્રેનર્સ સહિતની બાબતોનું પ્લાનિંગ કરવું પડશે. ફિટનેસ સેન્ટર ખોલવા માટે લગભગ 5થી 10 લાખનું રોકાણ થાય છે. બીજી તરફ ફિટનેસ સેન્ટરને તમારા સમય અને નિષ્ઠાની વધુ જરૂર હોય છે, જેથી તમારી પાસે આ પ્રોજેક્ટ માટે પૂરતો સમય છે કે કેમ? તે પણ તપાસવું જોઈએ. ત્યારબાદ ફિટનેસ સેન્ટર ચલાવવા માટે શું જરૂરી છે તે તપાસવા બજારનું રિસર્ચ કરવું પણ જરૂરી છે.
હવે ફિટનેસ સેન્ટરના પ્રોજેક્ટ માટે યોગ્ય સ્થાન શોધવાનું કામ કરવાનું રહેશે. નજીકની બજાર અથવા ભીડ રહેતી હોય તેવું સ્થાન શોધો. લોકો સરળતાથી સેન્ટર સુધી પહોંચી શકે તેવી જગ્યા પસંદ કરવી. ત્યારબાદ લાયસન્સ, માર્કેટિંગ સહિતની બાબતોની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. ટ્રેનરની ભરતી કરવી સહિતનું કામ પણ કરવું પડશે. સારા ટ્રેનરના કારણે તમારું ફિટનેસ સેન્ટર સારું ચાલશે.
કેટરિંગનો વ્યવસાય (Catering business)
કેટરિંગનો વ્યવસાય એવરગ્રીન છે. આ વ્યવસાય કઈ રીતે થઈ રહ્યો છે તે સમજવા માર્કેટ રિસર્ચ કરવું પડશે. આ બિઝનેસ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ત્યારબાદ વ્યવસાય શરૂ કરવા દુકાન શોધવાની રહેશે. તને ઘરેથી પણ શરૂ કરી શકો છો. જે તે સ્થળે કાર્યક્રમ - પ્રસંગમાં જઈને પણ રાંધી શકો છો. તમારા બિઝનેસનું માર્કેટિંગ સોશિયલ મીડિયા પર થઈ શકે છે. જેના કારણે જાહેરાત પાછળનો ખર્ચ બચી જશે. આ સાથે પેમ્પ્લેટ લોકો સુધી પહોંચાડીને પણ જાહેરાત કરી શકાય છે.
આ વ્યવસાય શરૂ કરતા પહેલા, બજારનું સંશોધન કરવું હિતાવહ છે. અન્ય ટુર્સ એન્ડ ટ્રાવેલ સર્વિસ ગ્રાહકને કેવી રીતે સેવાઓ આપી રહી છે? તે જાણી લો. તમારે ફક્ત ઇન્ટરનેટ, કમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર મશીન જેવી થોડી વસ્તુઓની જરૂર પડશે. આ સર્વિસ તમે ઘરે બેઠા શરૂ કરી શકો છો. તમારી ટૂર અને ટ્રાવેલ એજન્સીને આકર્ષક ટેગલાઇન સાથે નામ આપો. લોગો માટે ગ્રાફિક ડિઝાઇનરને હાયર કરી શકાય છે. આ સાથે માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે. આ બિઝનેસમાં સૌથી મહત્વપૂર્ણ પગલું લાઇસન્સ અને રજીસ્ટ્રેશનનું છે.
ટીવી એડવર્ટાઈઝ કંપની (TV advertisement company)
આ બિઝનેસ અત્યારે પીક પર છે. જાહેરાત એ માર્કેટિંગનો એક પ્રકાર છે. જે ગ્રાહક સુધી પહોંચવા માટે કંપનીને મદદ કરે છે. આ કંપની માટે પેઇડ માર્કેટિંગ છે. જો તમારી પાસે ડિઝાઇનિંગ અને માર્કેટિંગનું જ્ઞાન છે અથવા તમને આ ક્ષેત્રમાં રસ છે, તો આ સારો વ્યવસાય છે. આ વ્યવસાય શરૂ કરવા માટે વ્યક્તિએ ક્રિએશન અથવા ડિઝાઇનિંગનો અભ્યાસક્રમ કરવો પડશે.
પોતાની ટીવી જાહેરાત કંપની ખોલવા બજારને સમજવી પડશે. આ ઉપરાંત કંપની શરૂ કરવા માટે પૈસા પણ રોકવા પડશે. અન્ય અન્ય કોર્પોરેટ કે બિઝનેસ ઓફીસ હોય ત્યાં ઓફીસ શરૂ કરવી હિતાવહ છે. તમારા બિઝનેસ માટે માર્કેટિંગ કરો, વિડીયો બનાવો. તમારી સર્વિસના ફાયદા સમજાવો. આ બિઝનેસ માટે લાઇસન્સ અને રજીસ્ટ્રેશન પણ જરૂરી છે.
રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ઉજવળ ભવિષ્ય છે. સૂર્યપ્રકાશ, પવન, વરસાદ, ભરતી, મોજા અને ભૂઉષ્મીય ગરમી જેવા સ્ત્રોતો થકી ઉર્જાનું ઉત્પાદન થાય છે. રિન્યુએબલ એનર્જી માર્કેટ ખૂબ ઊંચું છે અને દરેક માટે નવું પણ છે. મોટાભાગના લોકો રિન્યુએબલ એનર્જી વિશે જાણતા નથી. આ બિઝનેસ પર્યાવરણ માટે સારો છે અને સરકાર પણ આ પ્રકારના પ્રોજેક્ટ્સમાં મદદ કરે છે.આ બિઝનેસ શરૂ કરતા પહેલા બિઝનેસ પ્લાન બનાવવો જરૂરી છે. રીન્યુએબલ ઉર્જાનો બિઝનેસ માટે રોકાણ, જોખમ, નફા અને બજાર અંગે સમજણ કેળવો.
તમે બિઝનેસ વીડિયો અને ઓડિયો સાથે જાહેરાત કરી આ ઉર્જા વ્યવસાય કેવી રીતે ફાયદાકારક છે તે બાબત લોકોને સમજાવી શકો છો. આ સાથે કંપનીની સંપૂર્ણ વિગતો ધરાવતી વેબસાઈટ બનાવો અને અન્ય કંપનીઓને રિન્યુએબલ એનર્જીનો લાભ કેવી રીતે મળશે તેનું વર્ણન કરો. બિઝનેસ માટે તમારી કંપનીનું લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવો.
આ વ્યવસાયમાં સામગ્રીને ડમ્પ કરવાની જરૂર હોવાથી યોગ્ય સ્થાન શોધવું જરૂરી છે. જો તમને તમારી દુકાન ઔદ્યોગિક વિસ્તારમાં મળે તો વધુ સારું રહેશે.
કુરિયર સર્વિસ (Courier Service)
કુરિયર સર્વિસને એવરગ્રીન વ્યવસાય ગણવામાં આવે છે. કુરિયર સર્વિસ પૈસાના બદલામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સપ્લાય કરવા જેવી સેવાઓ પૂરી પાડે છે. આ ઓછા રોકાણનો વ્યવસાય છે અને સરળતાથી શરૂ કરી શકાય છે. કુરિયર સર્વિસ મોટી કંપનીઓ પાસેથી કોન્ટ્રાક્ટ લે છે અને તેમની કંપનીની પ્રોડક્ટ પહોંચાડે છે. આ સર્વિસ શરૂ કરતાં પહેલાં કુરિયરને લગતા કાયદા સમજી લેવા જોઈએ.
આ બિઝનેસમાં વધુ કર્મચારીઓની જરૂર પડે છે. ડિલિવરી લઈ ઘણી બાબતો માટે સ્ટાફ રાખવો પડે છે. સર્વિસ ચાલુ રાખવા માર્કેટિંગ જરૂરી છે. તમે વેબસાઈટ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો.
Amazon, Flipkart, Myntra, વગેરેની જેમ નાના વેપારીઓને પણ તેમના ઉત્પાદનની ડિલિવરી માટે સારી કુરિયર સેવાની જરૂર હોય છે. જેથી તેમનો સંપર્ક કરી શકાય છે. કુરિયર સર્વિસ માટે લાઇસન્સ અને રજીસ્ટ્રેશન જરૂરી છે.
હોમ એન્ડ ઓફિસ ફર્નિચર (Home and office furniture)
ઓફિસ હોય કે ઘર, દરેક જગ્યાએ ફર્નિચરની જરૂર પડે છે. આ બિઝનેસ શરૂ કરતાં સૌથી મહત્વની બાબત બિઝનેસ પ્લાન બનાવવાની છે. હાલ બજારમાં ઘણા પ્રકારના ફર્નિચર સ્ટોર્સ છે. કોઈ કંપનીની ફ્રેન્ચાઈઝી લેવી અથવા પોતાના ઉત્પાદનો બનાવીને તમારો સ્ટોર ખોલવો તે તમારા હાથમાં છે. સ્ટોર માટે યોગ્ય સ્થાન શોધવું પણ મહત્વપૂર્ણ છે. આ વ્યવસાય માટે પણ લાઇસન્સ અને નોંધણી જરૂરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર