Good News: ગ્રાહકો WhatsAppથી કરી શકશે LPGનું બુકિંગ, આવી સરળ રીતથી કરો Booking

પ્રતિકાત્મક તસવીર

ગ્રાહકે પોતાના રજિસ્ટરર્ડ મોબાઈલ નંબરથી બુકિંગ કરાવુ પડીશે. વોટ્સ એપ થકી બૂકિંગ કર્યા બાદ ગ્રાહકને બુકિંગ થયાનો મેસેજ મળશે.

  • Share this:
    નવી દિલ્હીઃ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ પોતાના ગ્રાહકો માટે એક નવી સુવિધાની શરુઆત કરી છે. આ અંતર્ગત હવે બીપીસીએલના ગ્રાહક વોટ્સએપ થકી રસોઈ ગેસનું બુકિંગ (Gas booking) કરાવી શકે છે. બીપીસીએલએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભારત ગેસે દેશભરમાં સ્થિત ગ્રાહક ક્યાંયથી પણ વોટ્સએપ (whats app gas cylinder booking) થકી રાંધણ ગેસ સિલિન્ડર બૂક કરાવી શકે છે.

    ગ્રાહકે પોતાના રજિસ્ટર્ડ મોબાઈ નંબરથી બુકિંગ કરાવવી પડશે
    કંપનીના જણાવ્યા પ્રમાણે વોટ્સએપ ઉપર બુકિંગ બીપીસીએલ સ્માર્ટલાઈન નંબર 1800224344 ઉપર કરી શકાશે. ગ્રાહકે પોતાના રજિસ્ટરર્ડ મોબાઈલ નંબરથી બુકિંગ કરાવુ પડીશે.

    બીપીસીએલના અધિકારી અરુણ સિંહના જણાવ્યા પ્રમાણે આ થકી એલપીજી બૂકિંગ કરાવવાની આ સુવિધાના કારણે ગ્રાહકોને સરળતા રહેશે. વોટ્સઅપ હવે સામાન્ય લોકોમાં પ્રચલિત થયું છે. યુવાનો હોય કે વૃદ્ધ તમામ લોકો વોટ્સઅપનો ઉપયોગ કરતા હોય છે. આ નવી શરૂઆતથી અમે અમારા ગ્રાહોકની નજીક પહોંચી શકીશું.

    આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતી

    વોટ્સએપ બુકિંગ બાદ ગ્રાહકોને મળશે મેસેજ અને પેમેન્ટ માટેની એક લિંક
    કંપનીના કાર્યકારી નિદેશક, એલપીજીના પ્રભારી ટી. પીતાંબરમના જણાવ્યા પ્રમાણે વોટ્સ એપ થકી બૂકિંગ કર્યા બાદ ગ્રાહકને બુકિંગ થયાનો મેસેજ મળશે. આ સાથે તેમને એક કિંગ પણ પ્રાપ્ત થશે. જેના ઉપર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એમેઝોન જેવા અન્ય એપથી પેમેન્ટ પણ કરી શકશે.

    આ પણ વાંચોઃ-પતિ જેલમાં હતો ત્યારે પત્નીને અને જેઠ સાથે બંધાયા આડા સંબંધો, જામીન પર છૂટ્યા બાદ કરી ભાઈની હત્યા

    એલપીજી ડિલિવરી માટે પણ કંપની કરી રહી છે કામ
    તેમણે વધુમાં જણાવ્યું કે કંપની એલપીજી ડિલિવરી ઉપર નજર રાખવા માટે ગ્રાહકો પાસેથી તેમની પ્રતિક્રિયા લેવા જેવા પગલાં ઉપર પણ ધ્યાન આપી રહી છે. આવનારા દિવસોમાં કંપની ગ્રાહકોની સુરક્ષા જાગૃકતાની સાથે વધારે સુવિધાઓ આપશે.

    આ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

    કંપની પાસે અત્યારે છે 7.5 કરોડ એલપીજી ગ્રાહકો
    ઉલ્લેખનીય છે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ વિતરણ કંપની છે અને કંપનીના અત્યારે 7.10 કરોડ એલપીજી ગ્રાહક છે.
    Published by:ankit patel
    First published: