Vibrant Gujarat 2019: દહેજમાં 680 કરોડનું રોકાણ થશે; 400 લોકોને રોજગારી મળશે

Vibrant Gujarat 2019: દહેજમાં 680 કરોડનું રોકાણ થશે; 400 લોકોને રોજગારી મળશે
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં ઓટોમોબાઇલ અને અન્ય આનુષંગિક ઉદ્યોગો માં તાઈવેનનાં વધુ રોકાણોને આ પ્રતિનિધિ મન્ડળ પ્રેરિત કરશે: રૂપાણી

  • Share this:
    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાતસમીટ 2019નાં બીજા દિવસે વન ટુ વન બેઠકનાં દૌરમાં તાઈવાનની પ્રતિષ્ઠિત કંપની સી.એસ.આર.સીનાં ચેરમેન જાસુન કુઉએ પ્રતિનિધિમંડળ સાથે યોજેલી બેઠકમાં ગુજરાતનાં દહેજમાં કારબન બ્લેક ઇલેકટ્રીક એન્ડ સ્ટીમ માટેનાં એમ.ઓ.યુ સંપન્ન થયા હતા. 680 કરોડનાં ખર્ચે આ પ્લાન્ટ 2020 સુધીમાં પૂર્ણ થશે અને અંદાજે 400 લોકોને સ્થાનિક સ્તરે રોજગારી પુરી પાડશે.

    Vibrant Gujarat 2019: નેધરલેન્ડ-ગુજરાત વચ્ચે ૬ એમ.ઓ.યુ. થયા 



    મુખ્યમંત્રીએ  તાઇવાન પણ ગુજરાત જેમ જ ફાસ્ટેસ્ટ ઇકોનોમી ગ્રોથ ધરાવે છે ત્યારે તાઈવેનનાં ઉદ્યોગો ગુજરાતનાં વિકાસને નવું બળ આપશેતેમ જણાવતા ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે વિશ્વનાં ઉદ્યોગકારો રોકાણકારો માટે આકર્ષણ બન્યું છે તેની ભૂમિકા આપી હતી.

    તાઇવાનનાં પ્રતિનિધિ મંડળે પણગુજરાત ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ બન્યું છે અને સરકારનાં પ્રોત્સાહક અભિગમને કારણે તાઈવાનનાં જે ઉદ્યોગકારો ગુજરાતમાં છે તેને કોઇ સમસ્યા નથી તેવો સંતોષ વ્યકત કર્યો હતો.

    Vibrant Gujarat 2019: ગુજરાત મારી જન્મભૂમિ અને કર્મભૂમિ: મુકેશ અંબાણી

    ગુજરાતમાં ઓટોમોબાઇલ અને અન્ય આનુષંગિક ઉદ્યોગો માં તાઈવેનનાં વધુ રોકાણોને આ પ્રતિનિધિ મન્ડળ પ્રેરિત કરશે તેમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

    Vibrant Gujarat 2019: અદાણી ગ્રૂપ કરશે 55 હજાર કરોડનું રોકાણ
    First published:January 19, 2019, 12:49 pm

    टॉप स्टोरीज