Home /News /business /બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 75 રૂ.ના આ શેરમાં કરો રોકાણ; 65 ટકા સુધી મળશે વળતર

બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 75 રૂ.ના આ શેરમાં કરો રોકાણ; 65 ટકા સુધી મળશે વળતર

વર્તમાનમાં આ શેર 72 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.

Stocks to buy: આ શેરની કિંમત માત્ર 75 રૂપિયા છે અને આવનારા સમયમાં તેમાં 65 ટકા તેજી આવી શકે છે. ICICI સિક્યોરિટીઝ તરફથી પસંદ કરવામાં આવેલા આ શેરનું નામ JM Financial છે. વર્તમાનમાં આ શેર 72 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 82.85 રૂપિયા અને ન્યૂનતમ સ્તર 57.10 રૂપિયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ શેરબજારના રિટેલ રોકાણકારો માટે ખુશખબરી છે. જો તમે પણ તમારા માટે બમ્પર વળતર આપનારા શેરની શોધમાં છો, તો તમારા માટે એક શાનદાર તક છે. આ શેરની કિંમત માત્ર 75 રૂપિયા છે અને આવનારા સમયમાં તેમાં 65 ટકા તેજી આવી શકે છે. ICICI સિક્યોરિટીઝ તરફથી પસંદ કરવામાં આવેલા આ શેરનું નામ JM Financial છે. વર્તમાનમાં આ શેર 72 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 82.85 રૂપિયા અને ન્યૂનતમ સ્તર 57.10 રૂપિયા છે.

    લોન વૃદ્ધિમાં જોવા મળી તેજી

    સપ્ટેમ્બર ક્વાટરના પરિણામની વાત કરીએ તો લાંબા સમયથી જે લોન વૃદ્ધિની રાહ જોવાતી હતી, તે હવે પૂરી થઈ છે. લોન વૃદ્ધિમાં ક્વાટરના આધાર પર 16 ટકા અને વાર્ષિક આધાર પર 32 ટકા તેજી આવી છે. રિટેલ મૉર્ગેજ ડિસ્ટ્રીબ્યુશનમાં ક્વાટરના આધાર પર 21 ટકા અને વાર્ષિક આધાર પર 67 ટકા તેજી આવી છે. એસેટ અન્ડર મેનેજમેન્ટ વાર્ષિક આધાર પર બમણું થઈ ગયુ છે. તેનું નેટવર્ક હવે વધીને 75 શાખાઓ સુધી પહોંચી ગયુ છે. સ્ટ્રેસ્ડ એસેટની વાત કરીએ તો તેમાં ઘટાડો થયો છે. ગ્રોસ એનપીએ ઘટીને 5.2 ટકા પર આવી ગયો જે જૂન ક્વાટરમાં 5.7 ટકા હતો.

    આ પણ વાંચોઃસોના ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનું 53 પાર જઈ આવ્યું

    વૃદ્ધિ આઉટલુક શાનદાર

    બ્રોકરેજે કહ્યુ કે, કંપનીનું પ્રદર્શન અંદાજ કરતા સારુ રહ્યુ છે. નાણાકીય વર્ષ 2024 સુધી તેનું હોલસેલ મૉર્ગેજ લેન્ડિંગ વધીને 15,000 કરોડ રૂપિયા પર પહોંચી શકે છે, જે આ ક્વાટરમાં 7300 કરોડ હતું. રિટેલ મૉગ્રેજ નાણાકીય વર્ષ 2024માં 3000 કરોડ પર પહોંચી શકે છે, જે હાવ 1400 કરોડ પર છે. મ્યુચ્યુઅલ ફંડ એસેટ અન્ડર મેનેજમેન્ટ નાણાકીય વર્ષ 2025 સુધી 25000 કરોડ સુધી પહોંચી શકે છે, જે આ ક્વાટરમાં 3,000 કરોડ રહ્યો છે.

    આ પણ વાંચોઃWhatsapp ઈન્ડિયાના હેડ અભિજીત બોસ અને Metaના પબ્લિક પોલિસી હેડ રાજીવ અગ્રવાલે આપ્યું રાજીનામું


    બ્રોકરેજ દ્વારા નિર્ધારિત લક્ષ્ય શું છે?

    ICICI Securities એ આ કંપની માટે 119 રૂપિયાની લક્ષ્ય કિંમત આપી છે. પહેલ આ અંદાજ 112 રૂપિયાનો હતો, જેને 3 રૂપિયા ઘટાડવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ પછી કંપનીમાં પ્રમોટરની જવાબદારી 56 ટકા છે. સંસ્થાગત રોકાણકારોની ભાગીદારી 30.4 ટકા છે. અન્યની પાસે 13.6 ટકા ભાગીદારી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment news, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन