બિટકોઈનની કિંમતમાં 8000 ડોલરના ઘટાડાથી બજારમાંથી 60 બિલિયન ડોલર ગાયબ

  • Share this:
    સોમવારે બિટકોઈનની કિંમતમાં લગભગ 8 હજાર ડોલરનો ઘટાડો નોંધવામાં આવ્યો. પાછલા ત્રણ દિવસો બાદ સોમવારે ચોથા દિવસે પણ બિટકોઈનમાં ઘટાડો યથાવત રહ્યો હતો. જેના કારણે પાછલા 24 કલાકમાં જ બજારમાંથી એક ઝાટકો લગભગ 60 બિલિયન ડોલર ગાયબ થઈ ગયા. બિટકોઈનની કિંમત સોમવારે 7,598.20 ડોલર હતી. 18 નવેમ્બર બાદ બિટકોઈનની આ સૌથી નીચી કિંમત છે.

    બિટકોઈનની કિંમત 24 નવેમ્બર બાદ પહેલી વખત 8,000 નીચે ગઈ છે. જોકે, રવિવારે 8,000 ડોલરથી નીચે ગયા બાદ શુક્રવારે આની કિંમત 9,000 ડોલરથી ઉપર હતી. આ ઘટાડો માત્ર બિટકોઈનમાં જ નહી પરંતુ પાછલા 24 કલાકમાં ઈથરમ અને તરંગ સહિત અન્ય પ્રમુખ વર્ચ્યુઅલ એટલે આભાસી મુદ્રાઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ બજારનૂ મૂલ્ય સોમવારે લગભગ 11:30 વાગે લંડન સમય પર 365.27 અરબ ડોલર પર આવી ગયું. Coinmarketcap.comના આંકડાઓ અનુસાર આ 24 કલાકમાં 67.7 અરબ ડોલરનો ઘટાડો હતો.
    Published by:Mujahid Tunvar
    First published: